જે વસ્તુઓને લાગુ ન પડતુ હોય તે અંગે
આ કાયદા મુજબ નીચે જણાવેલાને તે લાગુ પડશે નહી.
(૧) નશાયુકત દારૂ તરીકે વપરાશ માટે અયોગ્ય હોય એવી આલ્કોહોલીક કોઇ પ્રસાધન માટે વપરાતી બનાવટને
(૨) નશાયુકત દારૂ તરીકે વપરાશ માટે અયોગ્ય તેવી કોઇ દવા અંગેની બનાવટને
(૩) નશાયુકત દારૂ તરીકે વપરાશ માટે અયોગ્ય હોય તેવી કોઇ કીટનાશકની બનાવટને અથવા
(૪) નશાયુકત દારૂ તરીકે વપરાશ માટે અયોગ્ય હોય તેવી સુગંધિત કરનાર રસ નિચોડ કે સીરપને પણ આવી ચીજવસ્તુ આ કાયદાની કલમ ૫૯(એ) માં દશૉવેલ વણૅનવાળી કે મયાદા સાથે મળતી હોય તો જ વિશેષ જોગવાઇ કરવામાં આવી છે આવી કોઇ ચીજ વસ્તુની બનાવટ માટે આજ કાયદાની કલમ - ૩૧(એ) મુજબ આપેલા પરવાના વગર કોઇ દારૂ કે આલ્કોહોલની ખરીદી કરી શકશે નહી કે તેને કબ્જામાં રાખી શકશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.
સ્પષ્ટીકરણઃ
આ કલમમાંના કોઇ મજકૂર ઉપરથી કોઇ વ્યકિત આલ્કોહોલવાળી કોઇ પ્રસાધન માટેની બનાવટ અથવા જંતુનાશક બનાવટ અથવા દ્રાપ પી શકશે એવો અથૅ થાય છે એમ સમજવુ નહી અને આથી એવુ ઠરાવ્યુ છે કે કોઇ વ્યકિતએ આવી કોઇ બનાવટ પીવી નહી.
Copyright©2023 - HelpLaw