દારુ ગાળવા માટેની ભઠ્ઠીઓ તથા નશાવાળી વસ્તુઓના ગોદામો અંગે રાજય સરકાર
(એ) આ કાયદા મુજબ રાજય સરકાર પરવાના મુજબ સ્પિરિટ બનાવી શકાય એવી દારુ ગાળવા માટેની ભઠ્ઠી યોગ્ય લાગે તેવી શરતો આધિન નાખી શકશે (બી) બનાવેલી કોઇ દારુ ગાળવા માટે ભઠ્ઠી બંધ કરાવી શકશે
(સી) દારુ ગાળવા માટેની ભઠ્ઠી કે ફડ બાંધવા કે ચલાવવા સારૂ રાજય સરકારને વાજબી લાગે એવી શરતો મુજબ પરવાનો આપી શકશે
(ડી) કોઇ નશાવાળી વસ્તુ ભાંગ કે ગાંજો મહુડા કે કાકવી જકાત ભયૅ વિના જેમા મૂકી શકાય અને રાખી શકાય એવી ગોદામ બનાવી શકશે કે તે માટે પરવાનો આપી શકશે અને
(ઇ) આ રીતે બનાવેલી ગોદામ બંધ કરાવી શકશે
Copyright©2023 - HelpLaw