આયાત વિગેરે માટે પાસ અંગે - કલમઃ૨૮

આયાત વિગેરે માટે પાસ અંગે

(૧) આ કાયદા મુજબ રાજય સરકાર સામાન્ય કે વિશેષ

આદેશથી કોઇ નશાવાળી વસ્તુ કે ભાંગ ગાંજાની આયાત નિકાસ કે હેરફેર કરવા માટે પાસ આપવા અંગે કલેકટર કે બીજા કોઇ અધિકારીને અધિકાર આપી શકશે

(૨) આવા આપેલ પાસનો નકકી સમય મયૅાદા માટે અને નકકી કરેલ પ્રકારના નશાવાળી વસ્તુ કે ભાંગ ગાંજા માટેના સામાન્ય પાસ કે માત્ર નકકી કયૅ મુજબના પ્રસંગોએ અને અમુક ખાસ વસ્તુ માટે જ ખાસ પાસ હોઇ શકશે.

(૩) આવા દરેક પાસમાં નીચે જણાવેલ વિગતોનો ઉલ્લેખ કરવો

(એ) નશાવાળી વસ્તુ કે ભાંગ ગાંજાની આયાત કે નિકાસ કરવા કે હેરફેર કરવા માટે અધિકાર આપેલ હોય તે વ્યકિતનુ નામ

(બી) કેટલી સમય મૉાદા માટે પાસ અમલી રહેશે તે

(સી) જે નશાવાળી વસ્તુ કે ભાંગ ગાંજા માટે આપવામાં આવેલ હોય તેનો જથ્થો અને વણૅન તથા

(ડી) જે જગ્યાઓથી તથા જે જગ્યાઓએ નશાવાળી વસ્તુ કે ભાંગ ગાંજાની આયાત અને નિકાસ કરવાની હોય કે હેરફેર કરવાની હોય તે જગ્યાએ કે એવી જગ્યાઓ વચ્ચે સાઠ કિલોમીટરથી વધુ અંતર હોય તો જે રસ્તે તે લઇ જવાનો હોય તે રસ્તો