ખરાબ કરેલો કે ચોખ્ખો કરેલો સ્પિરિટ તથા ઓધોગિક તથા તબીબી હેતુઓ માટે આલ્કોહોલ કબ્જામાં રાખવા અંગેના પરવાનો (રદ કરેલ છે.) - કલમ:૩૦

ખરાબ કરેલો કે ચોખ્ખો કરેલો સ્પિરિટ તથા ઓધોગિક તથા તબીબી હેતુઓ માટે આલ્કોહોલ કબ્જામાં રાખવા અંગેના પરવાનો (રદ કરેલ છે.)

આ કાયદા મુજબ રાજય સરકાર નિયમો કે લેખીત આદેશથી કોઇપણ વ્યકિતને કે સરકારની વ્યવસ્થા મુજબ હોય કે ન પણ હોય તેવી કોઇપણ સંસ્થાને કોઇ નશાવાળી વસ્તુ કે ભાંગ ગાંજો કે નશાવાળી વસ્તુ કે ભાંગ ગાંજાવાળી કોઇ વસ્તુ ના ખરેખર વૈજ્ઞાનિક ઔધોગિક કે શૈક્ષણિક હેતુ માટે બનાવવા વેચાણ કરવા ખરીદ કરવા કબ્જામાં રાખવા લેવા માટે બનાવવા વેચાણ કરવા ખરીદ કરવા કબ્જામાં રાખવા લેવા કે વપરાશ કરવા અંગેના પરવાના માટે કોઇ અધિકારીને અધિકાર આપી શકશે પણ નશાવાળી વસ્તુ કે ભાંગ ગાંજા કે આવા નશાવાળી વસ્તુ કે ભાંગ ગાંજાવાળી કોઇ વસ્તુ આ કલમ મુજબ તે વેચાણ કરવા અંગેનો પરવાનો આપેલી કોઇ વ્યકિતએ ખરેખર તબીબી હેતુ માટે મેળવેલ હોય તો એવા પ્રસંગે તેમના કબ્જામાં કે ખરીદી માટે કે તે લેવા અંગે ઉપયોગ માટે આવી વ્યકિતએ પરવાનો મેળવવાની જરૂરિયાત રહેશે નહીં

તદઉપરાંત વિકૃત કરેલા સ્પિરિટ નકકી કરવામાં આવે તેટલા જથ્થામાં કબ્જે રાખવા અંગે કોઇ પરવાનાની જરૂરિયાત રહેશે નહીં.