શુધ્ધ બુધ્ધિપૂવૅક ખરેકર વૈદકીય અથવા આવા હેતુ માટે પરવાનો - કલમ:૩૧

શુધ્ધ બુધ્ધિપૂવૅક ખરેકર વૈદકીય અથવા આવા હેતુ માટે પરવાનો

રાજય સરકાર નિયમો બનાવીને કે લેખિતમાં હુકમ કરીને કોઇપણ અધિકારીને કોઇપણ વ્યકિત કે સંસ્થા તે સરકારના વહીવટ હેઠળ હોય કે ન હોય તેમ છતા કોઇપણ કેફી પદાથૅ ભાંગ ગાંજો કે કેફી પદાથૅ કે ભાંગ ગાંજો હોય તેવી કોઇ ચીજના બુધ્ધિપૂવૅકના વેચાણ ખરીદી કબ્જો ઉપભોગ કે ઉપયોગ કરવા માટેનો પરવાનાનો (લાઈસન્સ) આપવ સતા આપી શકશે જોગવાઇ કરવામાં આવે છે કે જયાં કોઇ કેફી પદાથૅ કે ભાંગ ગાંજા કે આવી કેફી પદાથૅ કે ભાંગ ગાંજો મુકત ચીજવસ્તુ કોઇપણ વ્યકિતએ શુધ્ધ બુધ્ધિના વૈદકીય હેતુ માટે કોઇ વ્યકિત કે સંસ્થા કે જેની પાસે આ કલમ નીચે તે વેચવા માટે પરવાનો હોય તેની પાસેથી મેળવેલ હશે તો આવી વ્યકિત માટે તેના કબ્જા ખરીદી ઉપભોગ કે વપરાશ માટે પરવાનો (લાઈસન્સ) મેળવવુ જરૂરી નહીં રહે

વિશેષ એવી જોગવાઇ કરવામાં આવી છે કે વિકૃત સ્પિરીટના નિયત કરવામાં આવે તેટલા જથ્થા સુધી કબ્જા માટે પરવાનો (લાઈસન્સ) લેવાનુ જરૂરી નથી.