વેચાણકતાના પરવાના અંગે આ કાયદા મુજબ - કલમ:૩૪

વેચાણકતાના પરવાના અંગે આ કાયદા મુજબ

(૧) રાજય સરકાર નિયમો તથા લેખિત આદેશથી પરદેશી દારુ માટેના વેચાણ અથૅ વેચાણકૉાના પરવાનો આપવા માટે કોઇ અધિકારીને અધિકૃત કરી શકશે

(૨) વેચાણકૉાનો પરવાનો નીચે મુજબની શરતોને આધીન રહી આપવામાં આવશે

(એ) પરવાનેદાર પાસે રાખેલો પરદેશી દારૂના વેચાણ માટે જે જથ્થાની છુટ આપવામાં આવેલ હોય તે સિવાયનો જથ્થો સરકારે મંજુર કરેલ વખારમાં તેણે રાખવો પડશે

(બી) રદ કરેલ છે.

(સી) માલ ભરવા તથા તેની દેખરેખ રાખવા માટેનુ આવશ્યક તમામ ભાડુ ખચૅ ચાજૅ પરવાનેદાર આપવુ પડશે

(ડી) પરવાનો પરદેશી દારૂના જથ્થા પેટેનો કોઇ ભાગ રાજયમાંના પરદેશી દારૂના પરવાનેદારો કે પરવાનો ધરાવનાર રસાયણ વેચાણકતા હળવા નાસ્તા ગૃહો ભોજન પીરસતી હોટલો અને કલબોને રાજયની બહારની કોઇ વ્યકિતને નિયામક નકકી કરી નાખે તેવી શરતો મુજબ વેચી શકશે

(ઇ) પરમીટ કે અધિકારપત્ર ધરાવનારાઓને જ ફકત પરદેશી દારુ વેચાણ કરવાનો પરવાનેદારને પરવાનગી મળશે

(એફ) પરવાનેદાર છુટક વેચાણ અંગે પ્રસંગોપાત જોઇએ તેટલો દારુ નો જથ્થો પોતાની દુકાનમાં રાખવા હકદાર રહેશે

(જી) પરવાનેદારે હિસાબો રાખવા પડશે તથા નિયામક કે નિયામકે આ અંગે અધિકૃત કરેલો કોઇ અધિકારીની સુચના મુજબ પરદેશી દારૂનુ વેચાણ કરી શકશે