હોટલના પરવાના અંગે આ કાયદા મુજબ - કલમ:૩૫

હોટલના પરવાના અંગે આ કાયદા મુજબ

(૧) રાજય સરકાર નિયમ કે લેખિત આદેશથી આ કાયદાની જોગવાઇઓ અનુસાર આપેલી પરમીટો ધરાવનારાઓના પરદેશી દારૂના વેચાણ અર્થે હોટલના વ્યવસ્થાપકને પરવાનો આપવા માટે કોઇ અધિકારીને અધિકૃત કરી શકશે પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે રાજય સરકારને આવી હોટલમાં પરમીટ ધરાવી શકે તેવા ભોજન લેનારાઓની સામાન્ય રીતે પુરતી સંખ્યા છે એવી ખાતરી થવી જોઇએ

(૨) આ અંગેના પરવાનાઓ નીચે જણાવેલ શરતો મુજબ કાઢી દારુ વેચાણ આપવો

(૧) હોટલમાં રહેતા તથા ભોજન લેતા પરમીટ ધારકોને દારુ વેચાણ આપવો

(૨) કોઇપણ પ્રજાના માણસને અવરજવર માટે છુટ હોય એવા હોટલની અંદર કોઇ ઓરડામાં વેચાણ કરેલ દારૂનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.

(૩) જગ્યા ઉપર પરમીટ આપવા તથા તેનુ નિયંત્રણ રાખવા અંગે કે હોટલમાં પરદેશી દારુ આપવા અને તેનો ઉપયોગ કરવા ઉપર દેખરેખ રાખવા માટે જો આબકારી મહેસૂલ અધિકારીની જરૂર હોય તો તેના ખચૅ હોટલના પરવાનો ધરાવનારે આપવાનો રહેશે.