વ્યાખ્યાઓ - કલમઃ૨

વ્યાખ્યાઓ

(૧) ‘‘ઢોર’’ એ શબ્દની વ્યાખ્યામાં હાથી ધોડા ઉંટ ખચ્ચર ગધેડો બકરા ડુકકરો ગાય અને ઘેટા ઢોર તરીકે ઉલ્લેખ છે આવા ઢોરના બચ્ચઓનો પણ ઢોર તરીકે ગણાય છે(રાસખાન અયુબખાન વિ. સ્ટેટ ઓફ બોમ્બે એ.આઇ.આર- ૧૯૫૫ મુંબઇ-૨૦૫૧ આ વ્યાખ્યા વ્યાપક કે પૂણૅ નથી.) ગુજરાત સરકાર વિ. વજા ભરવાડ ૧૯૭૨ (૧૩) ગુ. લો. રી. પાનુ

(૨) “કોર્પોરેશન” એ શબ્દની વ્યાખ્યામાં મુંબઇ પ્રોવીન્શિયલ મ્યુ. કોર્પો. અધિનિયમ ૧૯૪૯ મુજબ રચિત કોર્પોરેશન એ રીતે ઉલ્લેખ કરવામાં આવેલ છે.

(૩) ‘યોગ્ય અધિકારી” એ શબ્દની વ્યાખ્યામાં આ કાયદાની જોગવાઇઓ અનુસારની કોઇ સતા વાપરવા અથવા કોઇપણ ફરજ અથવા કાયૅ બજાવવા સબંધમાં વપરાયુ હોય ત્યારે તેનો અથૅ આ પ્રમાણે કરવાનો રહેશે.

(ક) ‘પોલીસ કમિશ્નર’ એ શબ્દની વ્યાખ્યામાં આ અધિનિયમ મુજબ કલમ-૭ અન્વયે પોલીસ કમિશ્નર તરીકે જે વિસ્તારમાં જે વ્યકિતની નિમણૂક કરવામાં આવેલ હોય તે વ્યમિતના પોલીસ કમિશ્નર તરીકેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.

(ખ) ‘‘જિલ્લા મેજીસ્ટ્રેટ’’ અથાવ રાજય સરકારે તે અથૅ ખાસ અધિકાર આપ્યો હોય તેવા સમયે (જિલ્લા સુપ્રીન્ટેડન્ટ અથવા વધારાના સુપ્રીન્ટેડન્ટ) તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે.

(૪) “કોન્સ્ટેબલ” એ શબ્દની વ્યાખ્યામાં કાયદા મુજબ છેલ્લા દરજજાના પોલીસ અધિકારી (અને તેમા લોકરક્ષકનો સમાવેશ થશે.)

(૫) ‘‘જિલ્લો’’ એ શબ્દની વ્યાખ્યામાં આ અધિનિયમ મુજબ અને ભારતીય ફોજદારી કાયૅવાહીનો કાયદા - ૧૯૯૮ ના હેતુઓ પૂરા કરવામાં માટે નકકી કરેલો પ્રદેશનો ચોકકસ ભાગ તે રીતે ઉલ્લેખવામાં આવશે. (આ શબ્દની વ્યાખ્યામાં આ કાયદાની કલમ - ૭ મુજબ નિમણૂક પામેલ પોલીસ કમિશ્નરના ભાગનો સમાવેશ કરવામાં આવેલ નથી.

(૬) “ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ’

“વધારાના ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ”

“પોલીસ કમિશ્નર”

“ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ”

“ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ”

“જિલ્લા સુપ્રીન્ટેન્ડન્ટ”

“વધારાના સુપ્રીન્ટેન્ડન્ટ"

“સહાયક સુપ્રીન્ટેન્ડન્ટ"

“ડેપ્યુટી સુપ્રીનટેન્ડન્ટ” આ શબ્દોના અથૅૌમાં આ કાયદા અનુસાર નિમણૂક પામેલ અથવા નિમણૂક થયેલ ગણાતા જેમા આ કાયદાની કલમ - ૮ (એ) અથવા કલમ - ૨૨ (એ) મુજબ નિમણુક પામેલ વ્યકિતએ એ રીતે ઉલ્લેખવામાં આવેલ છે.

(૬-એ) “લોકરક્ષક” એટલે કલમ - ૫ની જોગવાઇઓ અનુસાર નીમાયેલા સૌથી છેલલા દરજજાનો પોલીસ અધિકારી)

(૭) “મ્યુનિસિપાલિટી” એ શબ્દની વ્યાખ્યામાં રાજયના કોઇપણ ભાગમાં તે સમયે અમલી કાયદાનુસાર રચાયેલી મ્યુનિસિપાલીટી અથવા મ્યુનિસિપલ બરો. આ શબ્દમાં મ્યુનિસિપલ કોર્પોરેશન શબ્દનો સમાવેશ થતો નથી.

(૭-એ) રદ કરેલ છે.

(૮) ‘‘જગ્યા’’ એ શબ્દની વ્યાખ્યામાં કાયમી કે કામચલાઉ મકાન તંબુ મંડપ અને બીજી રીતે બાંધવામાં આવેલ અને વાડ અને કોઇપણ ખુલ્લા વિસ્તારનો સમાવેશ થતો ગણાશે.

(૯) ‘‘સાવૅજનિક આનંદ પ્રમોદની જગ્યા” એ શબ્દની વ્યાખ્યામાં આ કાયદા મુજબ જે જગ્યામાં સંગીત નાચ ગાન અથવા કોઇપણ રમત કે ગમ્મત થતી હોય અથવા તે અંગેની જરૂરી સાધન સામગ્રી પુરી પાડવામાં આવતી હોય અને જયાં લોકોને પૈસા લઇ પ્રવેશ આપવામાં આવતો હોય અથવા અંદર પ્રવેશ પામેલાઓ પાસેથી નાણા ભેગા કરવાના ઇરાદાથી પ્રવેશ આપવામાં આવ્યો હોય તે જગ્યા અને તે જગ્યાના અથૅમાં ઘોડાદોડ માટેના મેદાનો સરકસ સિનેમા ગૃહ સંગીત ગૃહ બિલીયૉ રૂમ બેગટેલ રૂમ કસરત શાળા તરણ - કુંડ ફેન્સિંગ સ્કુલ અને નાચવા માટે ઉપયોગમાં લેવાતા નૃત્ય ગુહનો સમાવેશ થતો ગણાશે (હાથલારી અને ચાર પૈડાવાળા વાહનથી ગ્રાહકો કે વેચનારની કોઇ ચોકકસ જગ્યા નિશ્ર્ચિત ન હોય તે જાહેર અનંદપ્રમોદના સ્થળ તરીકે ગણવામાં આવતુ નથી)

(૧૦) ‘સાવૅજનિક મનોરંજનનુ સ્થળ” એ શબ્દની વ્યાખ્યામાં જે જગ્યામાં જાહેર જનતાને પ્રવેશ આપવામાં આવતો હોય અને આવી જગ્યાનો માહિક કૃત સબંધી અને વહીવટદાર વ્યકિત આવી જગ્યાઓ ઉપર કોઇપણ વ્યકિતને ખાન પાનની વસ્તુઓ પૂરુ પાડતી હોય તે જગ્યા અને તેના અથૅમાં આરામ ગૃહ ખાધગૃહ કોફીગૃહ દારૂના પીઠા ભોજન ગૃહ નિવાસગૃહ હોટલ કલાલની વાઇન બિયર અને સ્પિરીટનો દુકાન અને એરેકની તાડી ગાંજો ભાંગ કે અફીણની દુકાનનો તથા દુકાનમાં કે દુકાન પાસે કોઇપણ પ્રકારની ખાધ સામગ્રી અથવા પીણા પૂરૂ પાડવામાં આવે તે દુકાનવાળી જગ્યાનો સમાવેશ થાય છે.

(૧૧) “પોલીસ અધિકારી” આ શબ્દના અથૅમાં આ કાયદા મુજબ કલમ - ૨૧ અથવા ૨૨ મુજબ નિમણૂક પામેલ પોલીસ અધિકારી કે નિમણૂક પામેલ કે નિમણૂક ગણાતા પોલીસ દળના કોઇપણ સભ્ય કે ખાસ અથવા વધારાના પોલીસ અધિકારીનો સમાવેશ થતો ગણાશે.

(૧૨) “ઠરાવેલુ” એ શબ્દના અર્થમાં આ કાયદાના નિયમોથી ઠરાવેલુ છે તે.

(૧૩) ‘સાવૅજનિક જગ્યા” એ શબ્દના અથૅમાં સાગર તટ દરેક જાહેર મકાન અથવા સ્મારકના મૉાદા સ્થળ અને સ્થળે લોકો પાણી ભરવા તથા પાણીનો ઉપયોગ કરવા જેમ કે નાહવા ધોવા અથવા આરામ કરવા માટે જઇ શકે તેવા સઘળા સ્થળોએ સમાવેશ થાય છે. (પરવાનગી રજા સિવાય કે કોઇપણ જાતની રોકટોક વગર વપરાતી જગ્યા સાવૅજનિક જગ્યા ગણાશે.)

(૧૪) ‘નિયમો’ એ શબ્દના અથૅમાં આ કાયદા મુજબ કરેલા આ નિયમોનો સમાવેશ થતો ગણાશે.

(૧૫) ‘‘રસ્તો” આ શબ્દના અથૅમાં કોઇપણ રાહદારી રસ્તો હોય કે ના હોય તે ઉપરાંત ધોરી માગૅ રાજમાર્ગે પુલ બંધ કમાનવાળા પુલ ઓવારા ડકકા ઉપરના માગૅ અથવા લોકોની અવરજવરવાળા માગૅ ગલી પગદંડીનો ચોક આંગણા તથા બગીચા અને ઉપવનમાં આવેલ રસ્તાનો સમાવેશ થાય છે.

(૧૬) “નીમન્ન દરજજો” ના હોદાઓ એ શબ્દના અથૅમાં કાયદા મુજબ પોલીસ ઇન્સ્પેકટરના હોદાથી નિમન્ન દરજજાના પોલીસ દળના જે તે કમૅચારીઓ

(૧૭) “વાહન’’ એ શબ્દના અથૅમાં આ કાયદા મુજબ કોઇપણ પ્રકારનુ ગાડુ ગાડી તથા માલસામાન લાવવા લઇ જવા માટેની હલકી ગાડી વજન ખેંચવા માટેનુ નીચુ ગાડુ ટ્રક હાથગાડી અથવા બીજી કોઇપણ પ્રકારની ગાડી અને સાયકલ ટ્રાયસીકલ રીક્ષા સ્વયં સંચાલક ગાડી વહાણ અને વિમાન વિગેરેનો સમાવેશ થતો ગણાશે.