પોલીસ દળની દેખરેખ રાજય હસ્તક બાબતે - કલમઃ૪

પોલીસ દળની દેખરેખ રાજય હસ્તક બાબતે

ગુજરાત રાજયના સમગ્ર પોલીસ દળની દેખરેખ ગુજરાત સરકારને હસ્ગત રહેશે અને આમ ગુજરાત સરકાર સમગ્ર પોલીસ દળની દેખરેખ રાખશે અને પોલીસ દળના કોઇપણ સભ્ય ઉપર જે કોઇ પોલીસ અધિકારીએ નિયંત્રણ નિરિક્ષણ અને અનુશાસન કરવાની સતા હોય તેણે એવી દેખરેખ તેને આધીન રહી કરવાની રહેશે.

સબ ઇન્સપેટકટરની જગા - ઉપર બઢતી - ખાતાકીય પરીક્ષનો ઉદ્દેશ - અસર - પરિણામ પછી ઇન્સ્પેકટર જનરલની ફરજ.

જે કોઇ હેડ કોન્સટેબલ ખાતાકીય પરીક્ષામાં બેસે અને પાસ થાય તેને સબ ઇન્સ્પેકટરની જગા ઉપર બઢતી મેળવવાનો હક રહે છે.

બોમ્બે પોલીસ મેન્યુઅલના પે ૧૫૫ (૧) (એચ) ના અથૅ મુજબ જે કોઇ પોલીસ અધીકારીએ ખાતાકીય પરીક્ષા પાસ કરી હોય તેની ગુણવતાના ધોરણે એખ યાદી તૈયાર કરવી જોઇએ જેથી સબ ઇન્સ્પેટકરની જગા ઉપર નિમણૂક કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે પણ તેના કારણે બઢતી મળવી જ જોઇએ તેવુ નથી. બીજા ઘણા કારણો સામેલ હોય છે તેની કલમ ૫ ની પેટા (બી) હેઠળ બોમ્બે રાજયની યોજના હેઠળની પરીક્ષા ખાતાકીય પરીક્ષા નથી.

પોલીસ કોન્સ્ટેબલે ખાતાકીય પરીક્ષા પાસ કૉા પછી તેણે રિફ્રેશર કોસભ્ કરવો પડે છે અને ત્યાર બાદ જ પોલીસ ઇન્સ્પેકટર તરીકે નિમાય છે આ બ વસ્તુઓ વચ્ચે બીજુ કોઇ માધ્યમ નથી. તેથી પોલીસ કોન્સ્ટેબલ ખાતાકીય પરીક્ષા પાસ કરી લાયક બની જાય તો તે બઢતી માટે લાયક ગણાશે. ઉમેદવારોની સિનિયોરીટીને મહત્વ આપતી નથી.

પરિણામ આવ્યા પછી ઇન્સ્પેકટર જનરલે પરીક્ષ બોડૅ જે ક્રમમાં પાસ થયેલ ઉમેદવારોના નામ ગોઠવ્યા હોય તે ક્રમ મુજબ નિમણૂક કરવી જોઇએ ઇન્સ્પેકટર જનરલ ફરીથી નામોની ગોઠવણી કરી શકે નહી. હેડ કોન્સ્ટેબલોએ ૬૦ ટકા કરતા વધુ ગુણ મેળવ્યા છે અને તેથી તે બસ ઈન્સ્પેકટરની જગાઓ ઉપર નીમણૂક થયા હોવાનુ ગણાશે અને બીજી તેના જેવી પરીક્ષામાં બેસવાનુ તેમને માટે જરૂરી નથી.