
મહત્વના પોલીસ અધિકારીઓના હોદ્દાની મુદત
(૧) ક્ષેત્રમાં સંચાલનને લગતી ફરજો પરના પોલીસ અધિકારીઓ એટલે કે ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ રેન્જ ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ, પોલીસ કમિશ્નર, નાયબ પોલીસ કમિશ્નર, આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર, પોલીસ સુપ્રિટેન્ડેન્ટ સબ, ડિવિઝન પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારી તરીકે મૂકાયેલા પોલીસ અધિકારી સામાન્ય રીતે આવી જગ્યા પર ઓછામાં ઓછા બે વર્ષની મુદત ધરાવશે.
(૨) પેટા – કલમ (૧)માં ઉલ્લેખેલા કોઇપણ પોલીસ અધિકારીને(એ) કોટૅ દ્રારા દોષિત ઠયૅ અથવા
(બી) બરતરફી હોદ્દા પરથી દૂર કરવા સેવામાંથી ફરજિયાત નિવૃતિ અથવા નીચલી જગ્યા ઉપર પાયરી ઉતાર કરવાની સજા થવાના પરિણામે અથવા
(સી) કોટૅ ફોજદારી ગુનામાં તહોમત ઘડયે અથવા
(ડી) સેવામાંથી ફરજ મોકુફી અથવા
(ઇ) શારીરિક અથવા માનસિક બિમારીને લીધે પોતાના કાર્યો અને ફરજો બજાવવામાં અસમથૅતાના પરિણામે અથવા
(એફ) પોતાનામાં નિહિત થયેલી સતાના દુરૂપયોગ અથવા (જી) પ્રાથમિક તપાસ કયૅ બાદ કોઇ કેસ પ્રથમ દશૅનીય રીતે ગંભીર પ્રકારનો પુરવાર થતો હોય તેવી ગંભીર અક્ષમતા અને બેદરકારીને પરિણામે અથવા
(એચ) વયનિવૃતિ અથવા
(આઇ) ઉપરની જગ્યા પર બઢતી અથવા
(જે) તેણે પોતે કરેલી વિનંતીને પરિણામે
બે વષૅની મુદત પૂરી થતા પહેલા તેને તેની જગ્યા પરથી દૂર કરી શકાશે અથવા યથાપ્રસંગ બદલી કરી શકાશે.
Copyright©2023 - HelpLaw