
આ કાયદા મુજબની જોગવાઇ મુજબ પોલીસ દળની રચના
(એ) ગુજરાત સરકાર સામાન્ય અથવા વિશેષ રીતે નકકી કરે તે મુજબ તેટલી સંખ્યના જુદા જુદા હોદાઓનુ પોલીસ દળ બનશે અને તે ગુજરાત સરકાર નકકી કરે તે મુજબ પોલીસ દળના સંગઠન સતાઓ કાર્યો અને ફરજો લાગુ રહેશે.
(બી) પોલીસ દળની ભરતી પગાર ભથ્થા અને નોકરીની સધળી બીજી શરતો રાજય સરકાર સામાન્ય વિશેષ ક્રમથી નકકી કરે તેવી રહેશે. પરંતુ
(૧) અનુસુચિ ૧ ના ભાગ ૧લા અથવા ૨જામાં જણાવેલા અધિનિયમ મુજબ રચેલા પોલીસ દળના સભ્યો અને જેઓ કલમ ૩ મુજબ પોલીસ દળના સભ્યો ગણાતા હોય તેમની ભરતી પગાર ભથ્થા અને નોકરીની બીજી શરતોને લગતા નિયમો અને હુકમો ખંડ
(બી) મુજબ ફેરવવામાં અથવા રદ કરવામાં આવે નહિ ત્યાં સુધી અમલમાં ચાલુ રહેશે પણ તે અનુસુચિના ભાગ રજામાં જણાવેલા અધિનિયમ મુજબ રચેલા પોલીસદળના સભ્યોના દાખલામાં તેવો ફેરફાર કરવાનું રાજય પુનરચના અધીનિયમ ૧૯૫૬ ની કલમ ૧૧૫ની કલમ પેટા - કલમ (૭) ના પરંતુને આધીન રહેશે.
(૨) આ ખંડનો કોઇપણ મજકુર ભારતીય પોલીસ સીસના સભ્યોની ભરતી પગર ભથ્થા અને નોકરીની બીજી શરતોને લાગુ પડશે નહિ.
Copyright©2023 - HelpLaw