ઇન્સ્પેકટર જનરલ તથા નાયબ કે વધારાના ઇન્સ્પેકટર જનરલ - કલમ:૬

ઇન્સ્પેકટર જનરલ તથા નાયબ કે વધારાના ઇન્સ્પેકટર જનરલ

(૧) ગુજરાત સરકાર સામાન્ય અથવા વિશેષ હુકમ દ્રારા અધિક પોલીસ ઇન્સ્પેકટર જનરલે અથવા નાયબ પોલીસ ઇન્સ્પેકટર જનરલે આવા હુકમ અનુસાર તેવી રીતે અને તેટલી હદ સુધી પોલીસ ઇન્સ્પેટક જનરલે તેની સતા વાપરવામાં કાર્યો અને ફરજો બજાવવામાં અને જવાબદારીઓ અદા કરવા અને સતા વાપરવા અંગે મદદ કરી શકશે.

(૨) (એ) રાજય સરકાર એક અધિક પોલીસ ઇન્સ્પેકટર જનરલ અને એક કે વધારે નાયબ પોલીસ ઇન્સ્પેકટર જનરલ નીમી શકશે.

(બી) રાજય સરકાર એમ ફરમાવી શકશે કે અધિક ઇન્સ્પેકટર જનરલ અથવા નાયબ ઇન્સ્પેકટર જનરલે પ્રસંગ પ્રમાણે ઇન્સ્પેકટર જનરલની કોઇપણ સતા વાપરવી કાર્યો અને ફરજો બજાવવા અને જવાબદારીઓ અદા કરવી અને સતા વાપરવી.

(સી) રાજય સરકાર સામાન્ય અથવા વિશેષ હુકમ દ્રારા એમ પણ ફરમાવી શકશે કે અધિક ઇન્સ્પેકટર જનરલે અથવા નાયબ ઇન્સ્પેકટર જનરલે હુકમમાં નિર્દીષ્ટ કરી હોય તેવી રીતે અને તેટલી હદ સુધી ઇન્સ્પેકટર જનરલને તેની સતા વાપરવામાં કાર્યો અને ફરજો બજાવવામા જવાબદારીઓ અદા કરવામાં અને સતા વાપરવામાં મદદ કરવી.