ઇન્વેસ્ટીગેટીંગ વિન્ગ અને લો એન્ડ ઓર્ડેર વિન્ગને અલગ અલગ કરવા બાબત. - કલમઃ૭

ઇન્વેસ્ટીગેટીંગ વિન્ગ અને લો એન્ડ ઓર્ડેર વિન્ગને અલગ અલગ કરવા બાબત.

(૧) રાજય સરકાર કોઇ વિસ્તારમાંની વસ્તીને ધ્યાનમાં લઇને અથવા આવા વિસ્તારમાં પ્રવતૅતા સંજોગોને ધ્યાનમાં લઇને ઝડપી તપાસ વધુ સારા નિષ્ણાંત અભિપ્રાય અને લોકો સાથે સુધરેલા સબંધો સુનિશ્ર્ચિત કરવાના હેતુથી આવા વિસ્તારમાં હુકમથી લો એન્ડ ઓર્ડેર પોલીસ માંથી ઇન્વેસ્ટીગેટીંગ પોલીસને અલગ કરી શકશે.

(૨) આવી ઇન્વેસ્ટીંગ પોલીસ વિંગ ભારતીય ફોજદારી અધિનિયમના પ્રકરણ ૧૨ ૧૬ અને ૧૭ હેઠળના સજાપાત્ર ગુના આતંકવાદી પ્રવૃતિઓના ગુના સાયબર ગુનાઓ આંતરરાજય ગુના અને રાજય સરકાર હુકમથી ફરમાવે તેવા બીજા ગંભીર ગુનાઓનુ અન્વેષણ કરશે.

(૩) ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અને ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ અથવા તેણે અધિકૃત કરેલ અધિકારી લો એન્ડ પોલીસ અને ઇન્વેસ્ટીંગેટીંગ પોલીસ વિન્ગ વચ્ચે સંકલન સાધશે.

નોંધઃ વધુ ઝડપી તપાસ વધુ સારી તજજ્ઞતા અને લોકો સાથેના સબંધોના સુધાર માટે રાજય સરકારે નકકી કરેલા વિસ્તારોમાં ઇન્વેસ્ટીગેટીંગ વિન્ગ ને લો એન્ડ ઓર્ડર વિન્ગથી અલગ પાડવા બાબત અને સૂચિત કલમ ૭-એ માં જોગવાઇ કયૅ પ્રમાણે આવી ઇન્વેસ્ટીગેટીંગ વિન્ગની સતા.