મોટર ટ્રાન્સપોટૅ અને વાયરલેસ વ્યવસ્થા કે ખાસ ફરજ માટે સુપ્રિ. નિમવા અંગે.
રાજય સરકાર સમગ્ર ગુજરાત રાજય માટે અથવા તેના કોઇપણ ભાગ માટે નીચે જણાવેલા કામને માટે એક અથવા વધારે પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ નીમી શકશે.
(૧) પોલીસ વાયરલેસ વ્યવસ્થા માટે
(૨) પોલીસ ટ્રાન્સપોટૅ વ્યવસ્થા માટે અથવા
(૩) રાજય સરકારના હુકમ અનુસાર વખતો વખત જે વિશિષ્ટ ફરજો અદા કરવાનુ નકકી કરવાનો હુકમ થાય તે રીતે નિમણૂક પામેલા સુપ્રિન્ટેન્ડન્ટએ તેને વખતોવખત સોપયેલી સતા વાપરી કાયો કરવાના રહેશે અને તે ઇન્સ્પેકટર જનરલના તાબામાં રહીને વાપરવાના રહેશે.
Copyright©2023 - HelpLaw