જિલ્લા અધિક સહાયક અને નાયબ સુપ્રિન્ટેન્ડન્ટોની નિમણૂક અંગે - કલમઃ૮

જિલ્લા અધિક સહાયક અને નાયબ સુપ્રિન્ટેન્ડન્ટોની નિમણૂક અંગે

(૧) ગુજરાત સરકાર આ કાયદાની જોગવાઇ અનુસાર કોઇ અથવા દરેક જિલ્લાના કોઇ એક ભાગ માટે અથવા એક કે વધુ જિલ્લાઓ માટે એક સુપ્રિ. અને જરૂર જણાય તે તેવા એક કે વધારે અધિક મદદનીશ અને નાયબ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરી શકશે.

(૨) સામાન્ય હુકમથી અધિક સુપ્રિન્ટેન્ડન્ટને એવી સતા આપી શકશે કે તે જે જિલ્લા માટે તેની નિમણૂક કરવામાં આવી હોય તે જિલ્લામાં અગર તે જિલ્લાના કોઇપણ ભાગ માટે આ કાયદા મુજબ અથવા તે સમયે અમલી કાયદા અનુસાર જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટને વાપરવાની તમામ સતા અગર તે પેટેની કોઇપણ સતા વાપરી શકશે અને બજાવવા અંગેના તમામ કાર્યો અને ફરજો અગર તે પેટેનુ કોઇપણ કે ફરજ તે બજાવી શકશે.

(૩) જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ ગુજરાત રાજય સરકારની પરવાનગી અગાઉથી મેળવી આ કાયદાની કલમ ૩૩ મુજબ નિયમો ઘડવાની અને હુકમો કરવાની તથા તે અંગે ફેરફાર કે રદ કરવાની સતા સિવાય આ કાયદા મુજબ અથવા તે મુજબ પ્રાપ્ત થયેલ સતા અને કાર્યોમાંની કોઇ સતા અને કાયૅ મદદનીશ કે નાયબ સુપ્રિન્ટેન્ડન્ટને સોપી શકાશે. પોલીસદળની પાયરી મુજબ વ્યવસ્થા નીચે મુજબ છે.

(૧) આઇ.જી.પી (૨) પોલીસ કમિશ્નર (૩) ડેપ્યુટી પોલીસ કમિશ્નર (૪)આસિ. પોલીસ કમિશ્નર (૫) પોલીસ ઇન્સ્પેકટર (૬) પ્રોસિકયુટસૅ (૭) સિલેકશન ગ્રેડ સબ ઇન્સ્પેકટર (૮) સબ ઇન્સ્પેકટર (૯) જમાદાર (૧૦) હેડ કોન્સ્ટેબલ (૧૧) કોન્સ્ટેબલ આ ઉપરાંત પોલીસ સુપ્રિટેન્ડેન્ટો પણ નિમવામાં આવશે. વાયરલેસ વ્યવસ્થા અને મોટર ટ્રાન્સપોટૅ વ્યવસ્થા અથવા કોઇ વિશિષ્ટ ફરજ સારૂ સુપ્રિન્ટેન્ડેન્ટોની નિમણૂક.