પોલીસ કમિશ્નગર ડેપ્યુટીઓ તથા મદદનીશો અંગે - કલમ : ૧૦

પોલીસ કમિશ્નગર ડેપ્યુટીઓ તથા મદદનીશો અંગે

(૧) રાજય સરકાર આ કાયદાની જોગવાઇ અનુસાર આ કાયદાની કલમ ૭(એ) મુજબ જયાં પોલીસ કમિશ્નરની નિમણૂક કરેલ હોય ત્યાં એક અથવા વધારે ડેપ્યુટી પોલીસ કમિશ્નર અને એકથી વધારે આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરો નીમી શકશે.

(૨) પોલીસ કમિશ્નરના હુકમ અનુસાર નિમણૂક પામેલ દરેક નાયબ અથવા પોલીસ આસિસ્ટન્ટ કમિશ્નર આ કાયદા અનુસાર ખાસ કે સામાન્ય હુકમ મુજબ કે તે સમયમાં અમલી કોઇપણ કાયદાનુસાર પોલીસ કમિશ્નરે વાપરવાની સતા પેટેની કોઇપણ સતા વાપરી શકશે અને તે બજવણીના કાર્યો અને ફરજો બજાવી શકશે.

પરંતુ આ કાયદાની કલમ – ૩૩ અનુસાર આવા નિયમો બનાવવાના તેમા ફેરફાર કરવાના કે રદ કરવાના અને ભોગવવાના અધિકાર ડેપ્યુટી કે આસિસ્ટન્ટ કમિશ્નરથી ભોગવી શકાશે નહિ.