
પોલીસ કમિશ્નરની હદમાં સુપ્રિન્ટેન્ડન્ટોની નિમણૂક અંગે.
(૧) રાજય સરકાર આ કાયદા મુજબની કલમ – ૭ મુજબ જે વિસ્તાર માટે પોલીસ કમિશ્નગરની નિમણૂક કરેલ હોય તે વિસ્તાર માટે જરૂર જણાય તેટલી સંખ્યામાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરી શકશે.
(૨) આ કાયદાની પેટા કલમ – (૧) મુજબ નિમણૂક થયેલા સુપ્રિન્ટેન્ડન્ટ આ કાયદા મુજબ અથવા તે સમયે અમલી હોય તેવા બીજા કોઇપણ કયદા મુજબ અને રાજય સરકારના ખાસ કે સામાન્ય હુકમો અનુસાર પોલીસ કમિશ્નરે આપેલ સતાઓ વાપરી જે તે ફરજો અને કાર્યો બજાવી શકશે પરંતુ આ કાયદાની કલમ – ૮ અને કલમ – ૩૩ મુજબ નિયમો ઘડવાની ફેરફાર કરવાની કે રદ કરવાની કમિશ્નરની સતાઓ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ વાપરી શકશે નહિ.
Copyright©2023 - HelpLaw