
પોલીસ દળના ભાગો તથા વિભાગોની રચના અંગે.
(૧) આ કાયદાની જોગવાઇ મુજબ રાજય સરકારના નિયંત્રણ હેઠળ રહી જે તે વિસ્તાર માટે નિમણૂંક કરેલ પોલીસ કમિશ્નર તેને યોગ્ય લાગે ત્યારે
(એ) તેના તાબા હેઠળના વિસ્તારમાં પોલીસ ભાગો કરવા. (બી) ભાગો કરેલા વિસ્તારોના વિભાગો પાડવા.
(સી) અને આવા ભાગો અને વિભાગોની હદ અને વિસ્તારો નકકી કરી શકશે.
(૨) આવા નકકી કરેલ તમામ ભાગો માટે એક પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અને દરેક વિભાગ પોલીસ ઇન્સ્પેકટરના અધિકાર હેઠળ રહેશે.
Copyright©2023 - HelpLaw