
પોલીસ અધિકારી બરતરફ તથા ઉપરના પરિણામ અંગે
આ કાયદા મુજબ જે તે પોલીસ અધિકારીને મળેલી સતા અને ખાસ હકકો ને કાયૌથી જે પોલીસ અધિકારીને જે હોદા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય તે સમય માટે આપવામાં આવેલુ પ્રમાણપત્ર નકામુ ગણવાનુ રહેશે.
પરંતુ સસ્પેન્ડ કરવામાં આવેલ પોલીસ અધિકારી તરીકે બંધ થયેલ ગણાશે નહિ અને જોતે પોલીસ અધિકારી સસ્પેન્ડ કરવામાં ન આવ્યા હોય તો તે અધિકારી જે તે અધિકારીના તાબા હેઠળ રહેશે.
નીચેના સંજોગોમાં પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી શકાય છે. (૧) તેની સામે તપાસ ચાલુ હોય તેમા હોદ્દા ઉપર હોવાથી બાધ આવે
(૨) શિસ્ત જોખમાય
(૩) હોદા ઉપર ચાલુ રહેવુ જાહેર જનતાની વિરૂધ્ધ હોય. (૪) આક્ષેપો પ્રાથમિક તપાસમાં જ સાચા જણાય. કયારે સસ્પેન્ડ કરી શકાય ?
(૧) નૈતિક અધઃ પતનના ગુના માટે (૨) ઉચાપત ગોલમાલ લાંચ વ્યકિતગત લાભ મિલકત એકઠી કરવી અથવા સતાના દુરૂપયોગ. (૩) ગંભીર બેદરકારી અને સરકારને ગણનાપાત્ર નુકશાન (૪) ફરજ ન બજાવવી અથવા ન બજાવવાની હોય તે ફરજ બજાવવી. (૫) ઉપરી અધિકારીના હુકમની અવજ્ઞા આમા પુરાવા પૂરતા હોય તો જ સસ્પેન્ડ કરી શકાય છે. પ્રથમ દશૅનીય કેસ હોવો જોઇએ.
Copyright©2023 - HelpLaw