પોલીસ કમિશ્નર અને જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટની સામાન્ય સતાઓ અંગે.
આ કાયદાની જોગવાઇ અનુસાર ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસના હુકમો મુજબ પોલીસ કમિશ્નરે અને પોલીસ ઇન્સ્પેકટર જનરલ અને જિલ્લા મેજિસ્ટ્રેટ હુકમો તાબે રહી જિલ્લા સુપ્રિન્ટેનડન્ટ પોતપોતાની સતાની હદમાં હથિયાર અંગે કસરત અંગે કવાયત અંગે પોલીસ દળના સભ્યો ઉપર અને બનતા બનાવો ઉપર નજર રાખી શકશે અને એકબીજાના સબંધ અંગે ફરજોની વહેચણી અંગે કાયદાના હુકમના અને કામ ચલાવવા અંગેની રીતનો અભ્યાસ અંગે અને બધી બાબતો અંગે તથા વહીવટી વિગતો અંગે અથવા તેના હાથ નીચેના પોલીસ દળે ફરજો અંગે તમામ બાબતો અંગે તથા આદેશ કરીને પોલીસ દળનુ નિયમન કરી શકશે.
Copyright©2023 - HelpLaw