દેખરેખ રાખવાની સતા અંગે - કલમ: ૧૯

દેખરેખ રાખવાની સતા અંગે

આ કાયદા મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટને જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટના હાથ નીચેના કોઇપણ પોલીસ અધિકારીમાં તે જિલ્લા માટે અગર તેને ખાસ ફરજ બજાવવા અંગે કાંઇ ખાસ ફરજ બજાવવા અંગે કોઇ ખાસ બિનકાબેલિયત અગર નાલાયકી જણાઇ આવે તો ત્યારે તે અધિકારીની બદલી કરવાની સતા જે સુપ્રીન્ટેન્ડન્ટની હોય તો તે બદલાતા અધિકારીના સ્થાને બીજા અધિકારીની નિમણૂક અંગે તે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટને હુકમ કરી શકશે અને મજકુર હુકમનુ પાલન કરવા તે બંધાયેલા રહેશે.

પરંતુ સબંધ ધરાવતા પોલીસ અધિકારી જે ઇન્સ્પેકટરથી ઉંચા દરજજાનો હોય તો જિલ્લા મેજીસ્ટ્રેટ તેની વતૅણુક અંગે ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ રીપોટૅ કરી શકશે અને ત્યાર પછી ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસે કયા પગલા ભરવા તે નકકી કરી તેને યોગ્ય લાગે તે આદેશો કરી આવા લીધેલા પગલા અને આદેશોને જાણ જિલ્લા મેજીસ્ટ્રેટને લેખિત રીતે જણાવવુ જોઇશે. જિલ્લા મેજિસ્ટ્રેટને નીચેની બાબતોનો રીપોટૅ મંગાવાની સતા છે.

(૧) હુલ્લડ (૨) કોમી હુલ્લડ (૩) અજનૈતિક અંગ બળ વાપરવા (૪) હડતાલ સરઘસ તોફા ઘેરાવ સભા (૫) વહીવટી મહત્વના બનાવો (૬) ધાડમાં ખૂન થાય (૭) પુર ધરતીકંપ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં લોકોના જાનમાલની સલામતી માટે.