હિસાબો અંગે તપાસ અને નિયમન કરવા માટે ઇન્સ્પેકટર જનરલ અને કમિશ્નર સતા અંગે. - કલમ:૨૦

હિસાબો અંગે તપાસ અને નિયમન કરવા માટે ઇન્સ્પેકટર જનરલ અને કમિશ્નર સતા અંગે.

આ કાયદા મુજબ રાજય સરકારના આદેશાનુસાર ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસને તમામ જગ્યાઓએ અને પોલીસ કમિશ્નરને તેના તાબા હેઠળના જે તે વિસ્તાર માટે નિમણૂક પામેલ હોય તેવા વિસ્તારમાં કે તે વિસ્તારની પોલીસ સબંધી હિસાબ અંગેની તમામ બાબતોની તપાસણી અને તેના નિયમન કરવાનો અધિકાર છે અને સબંધ ધરાવતી તમામ વ્યકિતઓએ આવી તપાસ ચલાવવામાં તેને ખરેખર મદદ અને સગવડ કરી આપવા અને આ તપાસ પછી તે જે હુકમો બહાર પાડે તે પ્રમાણે અનુસરવા બંધાયેલી છે.