ખાસ પોલીસ અધિકારીઓ નીમવા અંગે
(૧) આ કાયદા મુજબ જયારે કોઇ પોલીસ કમિશ્નર જિલ્લા સુપ્રીન્ટેન્ડન્ટ અથવા કોઇ મેજીસ્ટ્રેટને રાજય સરકાર આ બાબતે એવો અધિકાર આપ્યો હોય ત્યારે તે મેજીસ્ટ્રેટ જયારે તેને એમ શક કરવાને કારણ મળે કે તેમની હદમાં કોઇપણ હુલ્લડ કે ગંભીર તોફાન થાય તેમ છે અને તેઓ એવો અધિપ્રાય બાંધે કે તે વિસ્તારના રહેતા લોકોના માલમિલકતની સલામતી અને જાનના રક્ષણ માટે પોલીસ દળ પહોચી વળે તેમ નથી કે અપૂરતુ છે ત્યારે આવા અધીકારી પોતાના સ્વહસ્તાક્ષરમાં પોતાના હોદાની મહોર મારી લેખિત હુકમ કરી જરૂર જણાયે તેવા કોઇપણ પ્રસંગે પોલીસ દળને મદદરૂપ થવા માટે કોઇ ખાસ પોલીસ અધિકારી તરીકે યોગ્ય લાગે તેવા સશકત અને તંદુરસ્ત શરીર ધરાવતા ૧૮ વષૅથી ઉપરના અને૫૦ વષૅ સુધીની ઉંમર ધરાવતા કોઇપણ પુરૂષની નિમણૂંક કરી શકશે.
(૨) આવી રીતે નિમાયેલા દરેક ખાસ પોલીસ અધિકારીને પોતાની નિમણૂક થયેથી
(એ) આ અથૅ રાજય સરકાર મંજુરી આપે તેવા નમુનામાં પ્રમાણપત્ર મળશે.
(બી) સામાન્ય પોલીસ અધિકારીના જેવીજ સતા વિશેષ હકો અને મુકિત લાભો મળશે અને તેમને તેવી જ ફરજો અને જવાબદારીઓ રહેશે અને તેઓ તેવા જ સતાધિકારીઓ હેઠળ રહેશે.
Copyright©2023 - HelpLaw