રેલ્વે પોલીસ અંગે - કલમ:૨૨-એ

રેલ્વે પોલીસ અંગે.

(૧) આ કાયદા મુજબ રાજય સરકાર જાહેરનામુ પ્રસિધ્ધ કરી રાજપત્ર મુજબ રાજયમાંના રેલ્વે ક્ષેત્રોને જોડતા એક અથવા એકથી વધારે ખાસ પોલીસ જિલ્લાઓની રચના કરી શકશે અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તેમને વ્યાજબી લાગે તેવા અન્ય પોલીસ અધિકારીઓની નિમણૂક કરી શકશે.

(૨) આ કાયદા મુજબ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસના નિયંત્રણમાં રહી આવા પોલીસ અધિકારીઓએ પોતપોતાના હવાલાની અંદરના ભાગોમાં આવરી લેવાતો રેલ્વે અંગેના વહીવટ સાથે સંલગ્ન પોલીસ અંગેના કામો અને રાજય સરકાર જે તે સમયે તેમને સોપે તેવા બીજા તમામ કાર્યો કરી શકશે.

(૩) સદરહુ પોલીસદળના જે કોઇ સભ્યને રાજય સરકાર સામાન્ય અથવા ખાસ રીતે આ પેટા કલમ મુજબ કામ કરવાને અધિકાર આપશે તે સભ્ય તે સરકાર આ અથૅ જે કોઇ હુકમ કરે તેને અધિન રહીને ખાસ જિલ્લામાં અથવા તેના કોઇ ભાગમાં તે જિલ્લાના પોલીસ મથકના ઇન્ચાજૅ અધિકારીની સતાઓ પૈકી કોઇ પણ સતા વાપરી શકશે અને તે તેવી સતાઓ આ રીતે વાપરતી વખતે ઉપર કહયા પ્રમાણે આવા કોઇ હુકમને અધીન રહીને તેના મથકની હદમાં તેવા અધિકારીના કો બજાવતા પોલીસ મથકના ઇન્ચાજૅ અધિકારી ગણાશે.

(૪) આ અથૅ રાજય સરકાર જે કોઇ સામાન્ય અથવા ખાસ હુકમો કરે તેને આધીન રહીને આવા પોલીસ અધિકારીઓને તેઓના કાયો બજાવતી વખતે રાજયના દરેક ભાગમાં સતા અને વિશેષ અધિકારો પ્રપ્ત થશે અને તેઓ આ અધિનિયમ અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદા મુજબ પોલીસ અધિકારીઓની જવાબદારીઓને પાત્ર થશે.