વધારાની પોલીસ નીમવા અંગે - કલમ:૨૨

વધારાની પોલીસ નીમવા અંગે.

(૧) આ કાયદા મુજબ અગર જેતે પોલીસ અધિકારી જે મુજબ નકકી કરે તે મુજબ તેવા દરજજા કે હોદાને જેટલા સમય માટે અને જેટલા વેતને આ જોગવાઇ મુજબ હોય તે કારણસર વધારાના પોલીસ અધિકારીઓને નો કરી રાખી શકશે કે મોકલી શકશે.

(૨) આવા નિમણૂક પામેલ વધારાના પોલીસ અધીકારીને (એ) રાજય સરકાર મંજૂરી આપેલી તે અંગેના નમૂનામાં પ્રમાણપત્ર મળશે.

(બી) આ પ્રમાણપત્રમાં જણાવેલ હોઇ તેવી સતા વિ. ખાસ હકકો અને ફરજો ઉપરાંત પોલીસ અધિકારીના સઘળા હકકો અને ફરજો પ્રાપ્ત થશે.

(સી) આવા નિમણૂક પામેલ પોલીસ અધિકારી પોલીસ કમિશ્નર અથવા જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટના આદેશોને આધિન રહેશે.

(૩) આ કાયદા મુજબ કે તે સમયે અમલમાં હોય તેવા અન્ય કાયદા મુજબ ઠરાવ્યુ હોય તે રીતે એવી પોલીસ માગનાર તે વ્યકિતની વિનંતીથી વધારાના પોલીસ અધિકારીને નોકરી રાખી કે મોકલી શકશે અને આવી વધારાના પોલીસ કામે લાગડયાનો ખચૅ વસૂલ કરી શકાશે.