પોલીસ દળના વહીવટ માટેનિયમો બનાવવા અંગે
આ કાયદા અન્વયે રાજય સરકારના હુકમ મુજબ જે વિસ્તાર માટે પોલીસ કમિશ્નરની નિમણૂક કરવામાં આવી હોય તેવા વિસ્તારો માટે વહેચણી કરવામાં આવેલ પોલીસ દળના દાખલામાં પોલીસ કમિશ્નર અને અન્ય વિસ્તારો માટેના પોલીસ દળ અંગે ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ વખતો વખત તે સમયમાં અમલી કાયદાને રૂએ કે બીજા કોઇ અન્ય કાયદાને અનુસરવા અંગેના નિયમો કે હુકમ કરી શકશે
(એ) પોલીસ દળની તપાસણી કરવાની રીતનુ નિયમન પોતાના તાબાના વ્યકિતઓ તરફથી કરાવી શકશે
(બી) પોલીસ દળના પોલીસને કેવા કેટલા હથિયાર સાધન સરંજામ અને કપડા તથા બીજી જરૂરી વસ્તુઓ આપવા અંગે નકકી કરવા બાબત (સી) પોલીસ દળના સભ્યોને રહેણાક અંગેની જગ્યાઓ નકકી કરવા બાબત
(ડી) કોઇ પોલીસ ફંડ સ્થાપી તેનો વહીવટ અને નિયમન અંગે નકકી કરવા બાબત.
(ઇ) આ કાયદાની કલમ ૧૭ ની જોગવાઇઓ અનુસાર પોલીસ નિયમન વહેચણી કરવા અંગે તથા પોલીસને કયાં સ્થાને રાખવા બાબત. (એફ) પોલીસ અધીકારીઓને ફરજો સોપવા અંગે તમામ હોદા અને દરજજાવાળા પોલીસ અધિકારીઓની શરતો ઠરાવવા બાબતે
(૧) કેવી રીતે
(૨) પોલીસ અધિકારીએ પોતાની સતા કઇ શરતો મુજબ વાપરવી અને ફરજ પાલન કરવા અંગેની રીત અને શરતો નકકી કરવા બાબતે
(જી) બાતમી અને ખબર મેળવવી અને તેની જાણ કરવા અંગે નિયમન કરવા બાબત
(એચ) પોલીસને તેના કાયૅ કરવા માટે સાવધાન રાખવા કામમાં ગેરરીતિ અટકાવવા અથવા કામમાં ગફલત થતી અટકાવવા અથવા કામમાં ગફલત થતી અટકાવવા બાબતે
Copyright©2023 - HelpLaw