
ખાતાકીય શિક્ષા અંગે
(૧) આ કાયદા મુજબ રાજય સરકાર અથવા આ મુજબ પેટા કલમ (૨) મુજબના અધીકારથી આપેલા કોઇપણ પોલીસ અધિકારી પોલીસ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર અથવા તેનાથી ઉતરતા દરજજાના પોલીસ દળના અમુક સભ્ય જો તેના કામમાં નિદૅય અને અડિયલ બને કે બેદરકાર સુસ્ત બને અથવા પોલીસ દળના કામ અંગે ગેરલાયક બને એવુ તે પોલીસ અધીકારીના ધ્યાનમાં આવે ત્યારે તે પોલીસ ઇન્સ્પેકટર પોલીસ દળના સભ્યને ફરજ મોકુફ કરી શકશે જે વેતન મળતુ હોય તે વેતનથી ઓછા વેતને ઉતારી શકશે બરતરફ કે દુર કરી શકશે અને શિસ્તભંગ અથવા જે અયોગ્ય વતૅણુક અંગે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય અથવા બરતરફ કરવાની જરૂરીયાત ન જણાય તો તે ઉલ્લંઘન કરવા બદલ કે ગેરવતૅણુક ચલાવ્યા પછી ગુનેગાર ગણાય અથવા જે પોતાના જ કોઇપણ કામથી પોતાનુ કામ માટે પોતાની અંગત રીતે ગેરલાયક બને તો તે ઉતરતા દરજજાના પોલીસ દળના સભ્યને વધુમાં વધુ એક માસના પગાર જેટલી રકમનો દંડ કરી શકાશે
(૨) (એ) ઇન્સ્પેકટરને અથવા પેટા કલમ (૧) મુજબ ઊતરતા દરજજાના કોઇપણ સભ્યને શિક્ષાકરવાની સતા ઇન્સ્પેકટર જનરલ કમિશ્નર તથા ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલને છે જિલ્લા સુપરિન્ટેડન્ટને ઇન્સ્પેકટર ઊતરતા દરજજાના પોતાના તાબાના દરેક પોલીસ અધિકારીના સબંધમાં તેવી જ સતા છે ૩ (તથા તે પોતાના તાબાના ઇન્સ્પેકટર વિરૂધ્ધ ભારે ફરીયાદની તપાસ ચાલતી હોય તે દરમ્યાન તથા ઇન્સ્પેકટર જનરલોનો અથવા નાયબ ઇન્સ્પેકટર જનરલોનો હુકમ આવે ત્યાં સુધી એવા ઇન્સ્પેકટરને કામ ઉપરથી સસ્પેન્ડ કરી શકશે)
(બી) આ કાયદા મુજબ પોલીસ તાલીમી મહાશાળા અથવા પોલીસ તાલીમી શાળાના પ્રીન્સીપાલને અથવા પોલીસ ઇન્સ્પેકેટરથી ઉતરતા દરજજાના પોતાના તાબા હેઠળ કામગીરી કરતા અથવા એવી મહાશાળા અથવા શાળામાં તાલીમાથી પોલીસ દળના કોઇપણ ઉતરતા દરજજાના સભ્ય અંગે અને જિલ્લામાં તે મહાશાળા અગર શાળામાં આવેલી હોય તે જિલ્લાની કે પોતાની હાથ નીચે કામ કરવા માટે તેવી મહાશાળા અથવા શાળા સંલગ્ન કોઇપણ અન્ય બીજા જિલ્લાના પોલીસ દળના હેડ કોન્સ્ટેબલ કે કોન્સ્ટેબલો અંગે તેવી જ સતા હોય છે અને તેવી મહાશાળા અથવા શાળામાં તાલીમાથી કે પોતાના તાબાના પોલીસ ઇન્સ્પેકટર જનરલનો કે નાયબ ઇન્સ્પેકટર જનરલનો આદેશ થાય ત્યાં સુધી તેવા ખાતાકીય શિક્ષા અંગે પોલીસ તાલીમી શાળાના પ્રીન્સીપાલને અથવા પોલીસ ઇન્સ્પેકેટરથી ઉતરતા દરજજાના પોતાના તાબા હેઠળ કામગીરી કરતા અથવા એવી મહાશાળા અથવા શાળામાં તાલીમાથી પોલીસ દળના કોઇપણ ઉતરતા દરજજાના સભ્ય અંગે અને જિલ્લામાં તે મહાશાળા અગર શાળામાં આવેલી હોય તે જિલ્લાની કે પોતાની હાથ નીચે કામ કરવા માટે તેવી મહાશાળા અથવા શાળા સંલગ્ન કોઇપણ અન્ય બીજા જિલ્લાના પોલીસ દળના હેડ કોન્સ્ટેબલ કે કોન્સ્ટેબલો અંગે તેવી જ સતા હોય છે અને તેવી મહાશાળા અથવા શાળામાં તાલીમાથી કે પોતાના તાબાના પોલીસ ઇન્સ્પેકટર જનરલનો કે નાયબ ઇન્સ્પેકટર જનરલનો આદેશ થાય ત્યાં સુધી તેવા પોલીસ ઇન્સ્પેકટરને સસ્પેન્ડ પણ કરી શકશે
(બીબી) આ કાયદાની કલમ ૮ (એ) મુજબ પોલીસ દળની વાયરલેસ મોટર ટ્રાન્સપોટૅ પધ્ધતિ કે કોઇપણ વિશિષ્ટ ફરજ બજાવવા માટે નિમણુક પામેલ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કે આ કાયદાની કલમ ૨૨ (એ) મુજબ નિમણુક પામેલ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ઇન્સ્પેકટરના દરજજજાથી તેના તાબા નીચે કોઇપણ પોલીસ અધિકારી જેવા જ અધીકાર રહેશે
(સી) આ કાયદા મુજબ રાજય સરકારના નિયમો અને હુકમો અનુસાર કાયમ આ પેટા કલમથી મળેલ સતાઓ વાપરવાની રહેશે
(૩) આ કાયદાની પેટા કલમો (૧) અને (૨) થી ફોજદારી કામ ચલાવવા અંગે
(એ) જે પોલીસ અધિકારી ઉપર તહોમત મુકવામાં આવ્યુ હોય ત્યારે તેમની યોગ્યતાનો કોઇ બાધ આવશે નહિ અથવા (બી) આ કાયદા મુજબ પોલીસ અધિકારની નિમણૂક જે પોલીસ અધિકારીએ કરી હોય તે બરતરફી કે દુર કરવાનો અધિકાર મળશે નહી.
Copyright©2023 - HelpLaw