ખાતાકીય શિક્ષા માટે કામ ચલાવવાની રીત અંગે - કલમ: ૨૬

ખાતાકીય શિક્ષા માટે કામ ચલાવવાની રીત અંગે

આ કાયદા મુજબ જયારે કોઇ પોલીસ અધિકારી જે તે પોલીસ અધિકારીને દંડ સસ્પેન્ડ ઓછા પગાર પર ઉતારવા દુર કરવા કે બરતરફ કરવા અંગે કરેલ હુકમના કારણો સહિત અને કરેલી તપાસના સાર સાથે પોતાના હસ્તાક્ષર કરી પોતાના કાયૅાલયમાં લખી કે લખાવી મુકવો જોઇશે

પરંતુ ભારતીય સંવિધાનની કલમ ૩૧૧ના ખંડ (૨)ના પણ (એ) માં જણાવેલા પ્રસંગો સિવાય તેમની સામે લેવા ધારેલ પગલા સામે તેને કારણ બતાવવાની કે યોગ્ય તક આપ્યા વગર કોઇપણ તાબાના પોલીસ અધિકારીને ઓછા પગાર પર ઉતારવા દુર કરવા અંગે કે કાઢી મુકવા અંગેનો કોઇ આદેશ કરી શકશે નહિ.