રાજય સરકાર ઇન્સ્પેકટર જનરલ અને નાયબ ઇન્સ્પેકટર જનરલની ફેરતપાસ કરવાની સતા - કલમ : ૨૭-એ

રાજય સરકાર ઇન્સ્પેકટર જનરલ અને નાયબ ઇન્સ્પેકટર જનરલની ફેરતપાસ કરવાની સતા

આ કાયદા મુજબ રાજય સરકાર પોલીસ ઇન્સ્પેકટર જનરલ અગર નાયબ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ પાસેથી આ પ્રકરણ હેઠળ તાબાના જે તે પોલીસ અધિકારીની કામકાજની નિયમિતતા અંગે ખાતરી કરવાના હેતુ અંગે કે તપાસ કરનાર અધિકારીએ કરેલ તપાસ અને કરેલ કાયૅવાહી અંગેનુ રેકડૅ મંગાવીને તપાસી શકશે અને ઠરાવેલી મુદતની અંદર તેમની પાસે આવેલી અરજી ઉપરથી પોલીસ અધીકારીના નિણૅય હુકમની કાયદેસરતા કે ઔચિત્ય અંગે પણ આવી તપાસનુ રેકડૅ મંગાવી શકશે અને કોઇપણ સમયે

(એ) આવા હુકમને બહાલી આપી શકશે કે તેમા સુધારો કરી શકશે કે તે હુકમમાં ફેરફાર કરી શકશે

(બી) આવા હુકમથી શિક્ષા અંગે ફરમાન કરી શકશે ફરમાવેલી શિક્ષા રદ કરી શકશે ઘટાડી શકશે બહાલી આપી શકશે અથવા તેમા વધારો કરી શકશે

(સી) આવા કરેલ હુકમ અંગે વધુ તપાસ કરવાનુ ફરમાન કરી શકશે અથવા

(ડી) આવા કરેલ હુકમના કેશના સંજોગો મુજબ તે યોગ્ય લાગે તેવો અન્ય હુકમ કરી શકશે પરંતુ પુનઃ તપાસ અંગે શિક્ષાના ફરમાન અંગે અથવા વધારાના હુકમ અંગે તેનાથી અસરકૉા પોલીસ અધિકારીને જે કાંઇ કહેવુ હોય તે અંગેની વ્યાજબી તક આપવામાં હોય તે સિવાય કરી શકશે નહિ

વધુમાં નીચેના કેસમાં ફેર તપાસનો કોઇ હુકમ કરી શકાશે નહી (૧) આવી કાયૅવાહીમાં કે આવી તપાસમાં લીધેલ નિણૅય કે કરેલ હુકમ સામે દાખલ કરવામાં આવેલ અપીલનો નિકાલ બાકી રહયો હોય (૨) આવા હુકમ અને આવા નિણૅય વિરૂધ્ધ અપીલ મુદત પુરી થતા પહેલા દાખલ કરવામાં આવી ન હોય

(૩) આવા હુકમની તારીખથી ત્રણ વષૅની મુદત વિત્યા બાદ કોઇપણ કેસ અંગે ફરી તપાસ કરવા ધારેલા નિણૅયના કેસ અંગે કરી શકાશે નહિ.