હંમેશા હાજર છે એમ ગણી કોઇપણ ભાગમાં કામગીરી ઉપર રાખવા અંગે - કલમઃ૨૮

હંમેશા હાજર છે એમ ગણી કોઇપણ ભાગમાં કામગીરી ઉપર રાખવા અંગે

(૧) આ કાયદા મુજબ કોઇપણ પોલીસ અધિકારી રજા ઉપર હોય કે સસ્પેન્ડ હોય તે સિવાય તે કામ પર હંમેશા હાજર છે તેવુ આ કાયદાના બધા હેતુઓ માટે સમજવાનુ રહેશે અને રાજયના એક ભાગમાં ફરજ બજાવવા અંગે નિમણુક કરેલ કોઇપણ પોલીસ અધિકારીને અથવા પોલીસ અધિકારીઓની અમુક સંખ્યા કે મંડળીને રાજય સરકાર અગર ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ તે અંગેનો હુકમ કરે તો રાજયના અન્યત્ર બીજા જે ભાગમાં તેમની સેવાની આવશ્યકતા લાગતીહોય ત્યા સુધી તે ભાગમાં ગમે તે સમયે પોલીસ કાયૅવાહી ઉપર રાખી શકશે યોજેલી બદલીની ખબર ઇન્સ્પેકટર જનરલ કમિશ્નરને તથા જિલ્લા મેજીસ્ટ્રેટને આપવી.

(૨) આ કાયદા મુજબ ઇન્સ્પેકટર જનરલ ઓફી પોલીસ અગત્યના તાકીદના પ્રસંગે સિવાય અન્ય કોઇપણ પ્રસંગે જેની બદલી કરવાની હોય તે બદલીની ખબર જે ને જિલ્લાના મેજીસ્ટ્રેટને સમયસર આપવી અને ગપ્તતા અંગે અને તે સિવાયના પ્રસંગે આવી બદલી કરવા અંગેના કારણનો ખુલાસો કરી તે પછી આ અધીકારીએ તેના તાબાના નોકરોને આ બદલીના કામને ઝડપી કરવા સવૅ પ્રકારની વ્યાજબી વ્યવસ્થા કરી શકશે