પોલીસ અધિકારી કઇ શરતે રાજીનામુ આપી શકશે તે અંગે
(૧) આ કાયદા મુજબ પોલીસ ઇન્સ્પેકટર અગર ઉતરતા દરજજાના કોઇપણ પોલીસ અધિકારીએ પોલીસ કમિશ્નરની અથવા ગુપ્ત પોલીસ વિભાગના નાયબ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ અથવા પોલીસ તાલીમ મહાશાળા અથવા શાળાના પ્રિન્સીપાલની અથવા જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટની લેખિત પરવાનગી વગર અગર આવી પરવાનગી આપવા અંગે બીજા અન્ય કોઇ પોલીસ અધિકારીને ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસે અગર પોલીસ કમિશ્નરે અધીકાર આપ્યો હોય તે પોલીસ અધિકાર આપ્યો હોય તે અધિકારીની લેખિત પરવાનગી વગર પોતાના પોલીસ અધિકારી તરીકેના હોદા પરથી રાજીનામુ આપી શકશે નહી કે તે હોદાનુ કામ છોડી શકશે નહી.
પરંતુ પેટા કલમ (૨) ની જોગવાઇઓ અનુસાર કોઇ પોલીસ અધિકારીને જેનુ સરકારને આપવાનુ કોઇ લહેણી રકમ બાકી હોય તે પોલીસ ફંડનુ કોઇપણ દેવુ પુરેપુરૂ ભરાપાઇ ન કરે ત્યાં સુધી આવી પરવાનગી તેવા અધિકારી એવા પોલીસ અધિકારીને આપશે નહિ.
(૨) આ કાયદા મુજબ કોઇ પોલીસ અધીકારી પોતે કોઇ રોગ માનસિક કે શારીરિક અશકિતમાનને કારણે પોલીસ દળમાં વધારે મુદત સુધી નોકરી કરવાનો અયોગ્ય લાગે તે અંગે પોલીસ સજૅન અથવા સિવિલ સર્જનની સહીવાળુ પ્રમાણપત્ર રજુ કરતા એવા પોલીસ અધિકારી તરીકે સરકારનુ કે કોઇપણ પોલીસ ફંડ અંગેનુ અંગત દેવુ ભરપાઇ કરી આપે તો અથવા તે અંગે યોગ્ય તારણ આપે તો રાજીનામુ માટે જરૂરી લેખિત પરવાનગી તેને તરત આપવી જોઇશે
આ કલમનો ભંગ કરનાર પોલીસ અધિકારીના પગારનો ચઢેલી બાકી સરકાર દાખલ કરવાનો અધિકાર છે.
(૩) આ કાયદા મુજબ આ કલમ વિરૂધ્ધ પોતાના હોદા અંગેનુ રાજીનામુ કોઇ પોલીસ અધિકારી આપે અથવા પોતાના હોદાનુ કામ છોડી જતા રહે ત્યારે પ્રસંગોપાત અગર પોલીસ કમિશ્નગર કે ગુપ્ત પોલીસ વિભાગના નાયબ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ અગર પોલીસ તાલીમ મહાશાળા કે પોલીસ તાલીમ શાળાના પ્રિન્સીપાલના અગર જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટના હુકમ અનુસાર તે સમયે તેવા પોલીસ અધિકારીના પગારની ચઢેલી બાકી રકમ જપ્ત કરવાને પાત્ર રહેશે અને આવી જપ્તી આ કાયદાની કલમ ૧૪૫ અન્વયે અથવા તે સમયે અમલી હોય તેવા અન્ય કાયદા મુજબ આવા અધિકારી કે જે શિક્ષાને પાત્ર થાય તે ઉપરાંત થશે
Copyright©2023 - HelpLaw