કામથી અળગા થતા વસ્તુઓ સોપી દેવા અને ન મળેલી વસ્તુ માટે ઝડતી વોરંટ લેવા અંગ - કલમ:૩૦

કામથી અળગા થતા વસ્તુઓ સોપી દેવા અને ન મળેલી વસ્તુ માટે ઝડતી વોરંટ લેવા અંગ

(૧) આ કાયદા મુજબ જે પોલીસ અધીકારીને નિમણુક થયા બાદ નિમણુક કે હોદા અંગેનુ જે પ્રકાણપત્ર હથિયાર સાધન સરંજામ કપડા અને જરૂરી બીજી વસ્તુઓ કે જે પોલીસ કાયૅવાહીની ફરજો બજાવવા મળી હોય તે તમામ તે જેના તાબા હેઠળ હોય તે કમિશ્નર ઓફી પોલીસને કે ગુપ્ત પોલીસ વિભાગના નાયબ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસનો અથવા પોલીસ તાલીમ મહાશાળા કે પોલીસ તાલીમ શાળાના પ્રીન્સીપાલ જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ જેને સતાઓ આપી હોય તે અધિકારીને તરત સુપરત કરી દેવા જોઇશે

(૨) આ કાયદા મુજબ ભારતીય ફોજદારી કાયૅવાહી કાયદા ૧૮૯૮મ નકકી મુજબ આ કાયદાની કલમ ૩૦(૧) મુજબ સુપરત નહિ કરેલ પ્રમાણપત્ર હથિયાર કપડા સાધન સરંજામ જરૂરીયાતવાળી બીજી વસ્તુઓ તથા કપડા વિગેરે બાબતે તપાસ કરી આવી વસ્તુઓ જયા જયંથી મળી આવે તેમ હોય ત્યાં ત્યાંથી કબજા અંગેનુ વોરંટ કાઢવા અંગેનો જે અધિકાર કોઇપણ મેજીસ્ટ્રેટ તથા વિશિષ્ટ કારણોસર પોલીસ કમિશ્નર કે છુપી પોલીસ વિભાગના નાયબ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસને અથવા પોલીસ તાલીમ મહાશાળા કે પોલીસ તાલીમ શાળાના પ્રીન્સીપાલ કે જે તે જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ સહાયક સુપ્રિન્ટેન્ડન્ટને અથવા નાયબ સુપ્રિન્ટેન્ડન્ટને રહેશે અને તે અંગેના વિશિષ્ટ કારણોની તે સમયે દફતરમાં નોંધ કરી રાખવી જોઇશે અને આ વોરંટ કોઇ પોલીસ અધિકારીએ અથવા આવા વોરંટનો હુકમ કરનાર પોલીસ અધિકારી જેને અધિકારીને ફરમાવે તે અથવા આ સિવાય બીજી કોઇ વ્યકિતથી બજવણી કરાવી જોઇશે કેટલીક વસ્તુઓ કબ્જે નહી લેવા બાબત

(૩) આ કાયદા મુજબ કોઇ વસ્તુ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ કે પોલીસ કમિશ્નરના આદેશ અનુસારથી તેની તે મિલકત બની ગઇ હોય તે વસ્તુને આ કલમ મુજબ આવા વ્યકિતને આપવામાં આવેલ વસ્તુ અંગે લાગુ પડશે નહિ.