
જગ્યા કબ્જે કરવા તથા ખાલી કરાવવા અંગે
(૧) આ કાયદા મુજબ રાજય સરકાર જે પોલીસ અધિકારીએ રહેઠાણ અંગે કઇ જગ્યા રાખેલી હોય કે તેને આપેલી હોય તે જગ્યાનો કબજો ધરાવનાર પોલીસ અધિકારીએ
(એ) રાજય સરકાર સામાન્ય રીતે કે વિશિષ્ટ કિસ્સાઓમાં નકકી કરે તેવી શરતો મુજબ આ જગ્યાનો કબ્જો રાખવા અને
(બી) તે સમયે અમલી કાયદામાં ગમે તે મજકુર હોય તે છતા પણ તે પોલીસ અધિકારી તરીકે બંધ થાય ત્યારે કે રાજય સરકારને અથવા રાજય સરકાર આ અંગે જેને સતા આપેલ હોય તેવા અધીકારી જે તે પોલીસ અધિકારીની કબજાની જગ્યા ખાલી કરવા અંગે ફરમાન કરી જરૂરીઅને યોગ્ય લાગે ત્યારે તે પોલીસ અધિકારીએ તે જગ્યા ખાલી કરી આપવી પડશે
(૨) આ કાયદાની કલમ ૩૧ ની પેટા કલમ ૧ મુજબ રાજય સરકાર કે રાજય સરકારના આદેશાનુસાર જે પોલીસ અધિકારીને આ અંગે સતા આપવામાં આવી હોય અને તે જગ્યા અંગે કબ્જો લેવાનુ ફરમાવવામાં આવ્યુ હોય તે જગ્યાનો ખાલી કબજો આપનાર બંધાયેલ વ્યકિત તે અંગે કોઇ કસુર કરે તો જરૂર હોય તેવી મદદ સાથે કોઇપણ આવા પોલીસ અધિકારીને આવી જગ્યામાં પ્રવેશ કરવાનો કે તેમા નજરે આવતી કોઇપણ વ્યકિતને ત્યાંથી અળગા કરવાનુ તે જગ્યાનો કબજો લઇ હુકમમાં જણાવેલ આ વ્યકિતને આવી જગ્યા સોપવા અંગે હુકમ કરી શકશે
Copyright©2023 - HelpLaw