
રાજય સલામતી કમિશનની સ્થાપના
(૧) રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી આ પ્રકરણની જોગવાઇથી અથવા હેઠળ તેને સોપવામં આવેલી સતા વાપરવા અને કાર્યો બજાવવા રાજય સલામતી કમિશનની સ્થાપના કરશે
(૨) રાજય સલામતી કમિશન નીચેના સભ્યોનુ બનશે
(એ) રાજયના મુખ્યા મંત્રી હોદાની રૂએ જે અધ્યક્ષ બનશે
(બી) ગૃહ વિભાગનો હવાલો ધરાવતા મંત્ર.....…........ હોદાની રૂએ........... હોદાની
(સી) ગુજરાત સરકારના મુખ્ય સચિવ રૂએ
(ડી) ગુજરાત સરકારના સચિવ ગૃહ વિભાગ વિભાગ હોદાની રૂએ .........
(ઇ) ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અને ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ હોદાની રૂએ જે સભ્ય સચિવ બનશે અને
(એફ) શિક્ષણ કાયદો જાહેર વહીવટ અથવા સમુહ માધ્યમના ક્ષેત્રમાં નિષ્ઠા અને સામર્થ્ય માટે ખ્યાતિ ધરાવતી વ્યકિતઓમાંથી રાજય સરકારે નીમવાના બે બિન સરકારી સભ્યો (૩) જો કોઇ વ્યકિત
(એ) ભારતના નાગરિક ન હોય અથવા
(બી) કોટૅ દ્રારા ગુનેગાર ઠરી હોય અથવા જેની વિરૂધ્ધ કોટૅમાં તહોમત ઘડવામાં આવ્યા હોય અથવા
(સી) ભ્રષ્ટાચાર અથવા ગેરવતૅણુકના કારણસર સેવામાંથી
બરતરફ અથવા દુર કરવામાં આવી હોય અથવા ફરજીયાતપણે નિવૃત કરવામાં આવી હોય અથવા
(ડી) સંસદ અથવા રાજય વિધાનમંડળના અથવા કોઇ સ્થાનિક મંડળના સભ્ય સહિતનો ચુટાયેલો રાજકીય હોદો ધરાવતી હોય અથવા કોઇપણ રાજકીય પક્ષ અથવા કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા કોઇ સંગઠનની પદાધિકારી હોય અથવા
(ઇ) અસ્થિર મગજની હોયતો તેને પેટા કલમ (૨)ના ખંડ (એફ) હેઠળ સભ્ય તરીકે નીમી શકાશે નહિ.
(૪) પેટા કલમ (૨) ના ખંડ (જી) હેઠળ નિમાયેલા કોઇ બિન સરકારી સભ્યને નીચેના કોઇપણ કારણસર દુર કરી શકાશે
(એ) ફરજો બજાવવામાં અક્ષમ સાબિત થાય (બી) ગેરવતૅણુક અથવા પોતાનામાં નિહિત થયેલી સતાનો દુરૂપયોગ સાબિત થાય
(સી) પૂરતા કારણ વિના રાજય સલામતી કમિશનની સતત ત્રણ બેઠકોમાં હાજરી ન આપે (ડી) સભ્ય તરીકેના તેના કાર્યો અદા કરવામાં અન્યથા અસમથૅ બને
(ઇ) ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ (સન ૧૮૬૦ નો ૪૫મો) ના પ્રકરણ ૧૨ ૧૬ અથવા ૧૭ હેઠળ શિક્ષાપાત્ર ગુનામાં કોટૅ દ્રારા કસુરવાર ઠરે અથવા નૈતિક અધઃપતનના કિસ્સામાં કોટૅ દ્રારા તહોમત ઘડવામાં આવ્યુ હોય
(૫) બિન સરકારી સભ્યના હોદાની મુદત વધુમાં વધુ ત્રણ વર્ષની રહેશે આવા સભ્યોની અને બોલીઓ અને શરતો ઠરાવવામાં આવે તેવી રહેશે
Copyright©2023 - HelpLaw