રાજય સલામતી કમિશનના કાર્યો - કલમ:૩૨-બી

રાજય સલામતી કમિશનના કાર્યો

રાજય સલામતી કમિશન નીચેની સતા વાપરશે અને નીચેના કાયો બજાવશે

(૧) રાજયમાં પોલીસ દળની કાયૅક્ષમ અસરકારક પ્રતિભાવશીલ અને જવાબદાર નીતિ ઘડવાનુ પ્રોત્સાહન આપવા માટે રાજય સરકારને નીતિ વિષયક માગૅદશૅન સુચનો પર સલાહ આપવાનુ

(૨) પોલીસ દળના કાયૅનુ મુલ્યાંકન કરવા રાજય સરકારને કામગીરી સુચકો નકકી કરવામાં સહાય કરવી આ સુચકોમાં બીજી બાબતોની સાથોસાથ અમલને લગતી કાયૅક્ષમતા લોકોને સંતોષ શોષણનો ભોગ બનતી વ્યકિતનો સંતોષ સાથોસાથ પોલીસ તપાસ અને પ્રતિભાવ જવાબદારી સંશોધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને માનવ અધિકાર માપદંડોના પાલનનો સમાવેશ થાય છે

(૩) પોલીસ દળની કામગીરીનુ સમયાંતરે પુનઃવિલોકન કરવુ

(૪) પોલીસની નિવારક કામગીરી અને સેવાલક્ષી કાર્યોના અમલ માટે સુચવવુ

(૫) (૧) કમિશને પોતે નકકી કરીને ઠરાવેલ કામગીરીના સુચકો(૨) પોલીસ પાસે ઉપલબ્ધ સંસાધનો અને પોલીસને નિયંત્રણની સામે પોલીસની વ્યવસ્થાતંત્રને લગતી કામગીરીની સમીક્ષા અને મુલ્યાંકન કરવુ

(૬) પોલીસના કાયૅને સબંધિત માહિતી અને આંકડા એકત્રિત કરવા માટે નીતિવિષયક માગૅદશૅક સુચનો સુચવવા

(૭) પોલીસની કાયૅક્ષમતા અસરકારકતા જવાબદારી અને પ્રતિભાવશીલતા સુધારવાના સાધનો અને ઉપાય સુચવવા

(૮) રાજય સરકાર દ્વારા તેને સોપવામાં આવે તેવા બીજા કાર્યો

નોંધઃ- કલમો ૩૨-એ અને ૩૨-બી માં જોગાવાઇ કર્યો પ્રમાણે રાજય સલામતી આયોગની સ્થાપના અને તેની સતા અને કાર્યો