પોલીસ મહેકમ બોડૅની રચના - કલમ : ૩૨-ડી

પોલીસ મહેકમ બોડૅની રચના

(૧) રાજય સરકાર હુકમથી નીચેના સભ્યોના બનેલા પોલીસ મહેકમ બોડૅની રચના કરશે

(એ) ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અને ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ હોદાની રૂએ જે અધ્યક્ષ બનશે

(બી) એડિશનલ ડિરેકટર જનરલ ઓફ પોલીસ (વહીવટ) ..... હોદાની રૂએ

(સી) ગુજરાત સરકારના નાયબ સચિવ ગૃહ વિભાગ-થી ઉતરતા દરજજાના ન હોય તેવા એક અધિકારી………………... હોદાની રૂએ અને

(ડી) રાજય સરકારે નામનિયુકત કરવાના પોલીસ ઇન્સ્પેકટર જનરલથી ઉતરતા દરજજાના ન હોય તેવા એક અધિકારી....... હોદાની રૂએ જે સભ્ય સચિવ બનશે