રાજય પોલીસ ફરિયાદ સતામંડળની સ્થાપના - કલમ:૩૨-એફ

રાજય પોલીસ ફરિયાદ સતામંડળની સ્થાપના

(૧) રાજય સરકાર હુકમથી નીચેના સભ્યોના બનેલા રાજય પોલીસ ફરિયાદ સતામંડળની રચના કરશે

(એ) હાઇકોટૅના નિવૃત જજ અથવા ગુજરાત સરકારના અગ્ર સચિવના દરજજાથી ઉતરતા ન હોય એવા નિવૃત અધિકારી જે અધ્યક્ષ ગણાશે

(બી) ગુજરાત સરકાર ગૃહવિભાગના અગ્રસચિવ ... હોદાની રુએ

(સી) અધિક ડિરેકટર જનરલના દરજજાથી ઉતરતા ન હોય એવા રાજય સરકારે નામનિયુકત કરેલા અધીકારી હોદાની રૂએ જે સભ્ય સચિવ ગણાશે અને

(ડી) રાજય સરકારે નિયુકત કરેલી નામાંકિત વ્યકિત

(૨) રાજય પોલીસ ફરિયાદ સતામંડળના હોદાની રૂએ હોય તે સિવાયના સભ્યોની બોલીઓ અને શરતો ઠરાવવામાં આવે તેવી રહેશે