રાજય પોલીસ ફરિયાદ સતામંડળની સતા અને કાર્યો - કલમ:૩૨-જી

રાજય પોલીસ ફરિયાદ સતામંડળની સતા અને કાર્યો

રાજય પોલીસ ફરિયાદ સતામંઠળ નીચેની ફરજો બજાવશે અને કાયો કરશે

(૧) ગંભીર ગેરવતૅણુક ફરજોની ઉપેક્ષા સતાના દુરૂપયોગ જેવી બાબતો અથવા રાજય સરકારે નિર્દિષ્ટ કરેલી બાબત જેને તકેદારી આયોગ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ રાજય માનવ અધિકાર આયોગ લઘુમતીઓ માટેના આયોગ અનુસુચિત જાતિ અને અનુસુચિત આદિજાતિ આયોગ મહિલા આયોગ અને પછાત કોમો માટેના આયોગ અથવા કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર વખતો વખત નીમે તેવા અન્ય આયોગથી આવરી ન લીધેલી હોય તેવી બાબતોના સબંધમાં નાયબ પોલીસ અધિક્ષક અને તેથી ઉપરના દરજજાના પોલીસ અધિકારીઓ વિરૂધ્ધની ફરિયાદોના સબંધમાં તપાસ કરવી.

(૨) સતામંડળના અભિપ્રાય મુજબ તપાસની વિષયવસ્તુ માટે જરૂરી બનતી હોય અથવા તેને સબંધિત હોય તેવા મુદા અથવા બાબતો પર માહિતી પુરી પાડવા માટે કોઇ વ્યકિતને ફરમાવવુ અને આવી કોઇ માહિતી પુરી પાડવા માટે ફરમાવેલી વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ (સન ૧૮૬૦નો ૪૫મો) ની કલમ ૧૭૬ અને ૧૭૭ ના અથૅમાં કાનુની રીતે બંધાયેલી ગણાશે

(૩) કોઇ વ્યકિતને હાજર રહેવા માટે ફરજ પાડવાની અને દીવાની કોટૅની રાહે સોગંદ પર પુરાવો લવો

(૪) રાજય સરકારે પોતાને પુછાણ કરેલા કોઇ કેસ પર જરૂરી

જણાય ત્યારે રાજય સરકારને ઉચિત ભલામણો કરવાની નોંધઃ- કલમ ૩૨-એફ અને ૩૨-જી માં જોગવાઇ કયૅ પ્રમાણે રાજય પોલીસ ફરિયાદ સતામંડળની સ્થાપના અને તેની સતા અને કાર્યો