જિલ્લા પોલીસ ફરિયાદ સતામંડળની સ્થાપના - કલમ:૩૨-એચ

જિલ્લા પોલીસ ફરિયાદ સતામંડળની સ્થાપના

(૧) રાજય સરકાર દરેક જિલ્લા માટે નીચેના સભ્યોથી બનેલા રાજય પોલીસ ફરિયાદ સતામંડળની રચના કરશે

(એ) જિલ્લા પોલીસ અધિક્ષક હોદાની રૂએ જે અધ્યક્ષ ગણાશે

(બી) રાજય સરકારે નીમવાના જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હોદાની રૂએ

(સી) સબંધિત જિલ્લામાંથી ચુંટાયેલા ગુજરાત વિધાનસભાનાસભ્યોમાંથી રાજય સરકાર નીમવાના બે સભ્યો

(ડી) જીલ્લા પોલીસ અધિક્ષક હોદાની રૂએ જે સભ્ય સચિવ ગણાશે

(૨) જિલ્લા પોલીસ ફરિયાદ સતામંડળના હોદાની રૂએ હોય તે સિવાયના સભ્યોની બોલીઓ અને શરતો ઠરાવવામાં આવે એવી રહેશે

(૩) (એ) જિલ્લા પોલીસ ફરિયાદ સતામંડળની બેઠક ઓછામાં ઓછુ દર ત્રણ મહિને એક વખત મળશે અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાંથી ઓછામાં ઓછા ચોથા ભાગના પોલીસ સ્ટેશનોના રેકૉનુ નીચેની બાબતોના સબંધમાં મુલ્યાંકન કરશે અને ઠરાવેલી રીતે તેનુ દર નિષૅારણ કરશે

(૧) પ્રથમ દશૅનીય અહેવાલની ઝડપી નોંધણી

(૨) કસ્ટડીમાં થતી હિંસા

(૩) ફરિયાદીઓ અને ભોગ બનેલી વ્યકિતઓ પાસેથી ધાકધમકીથી નાણા પડાવવા

(૪) પીધેલી હાલતમાં વતૅણુક અને

(૫) જનતા સાથે ગેરવતૅન

(બી) અહેવાલ અને દર નિૉારણ ઉચિત પગલા લેવા માટે સબંધિત સતાધિકારીઓને મોકલવો જોઇશે