સાવૅજનિક જગ્યાઓ વિ.માં રાહદારીના નિયમન કરવા અને નિયમો તથા વ્યવસ્થા જાળવણી અંગે - કલમ:૩૩

સાવૅજનિક જગ્યાઓ વિ.માં રાહદારીના નિયમન કરવા અને નિયમો તથા વ્યવસ્થા જાળવણી અંગે

(૧) આ કાયદા મુજબ પોલીસ કમિશ્નર આ પેટા કલમમાં જણાવેલી નીચે પ્રમાણેની બાબતો સિવાયની આવી તમામ અથવા કોઇ બાબત સબંધ જિલ્લા મેજીસ્ટ્રેટ તેમના પોતાના તાબા હેઠળના વિસ્તારોમાં અથવા તેના કોઇપણ ભાગમાં આ કાયદાથી વિસંગત હોય તેવા વિનિમયો કે હુકમો કરી શકશે કે તેમા ફેરફાર કે રદ કરી શકશે

(એ) ધકકા ઉપર ઉતરવાની જગ્યા ઉપર અને ઓવારા ઉપર રેલવે સ્ટેશનના બહારના ભાગે ઉતારૂઓનો સરસામાનનો બોજો લઇ જવા માટેના કામો કરવા માંગતા અરજદારોને પરવાનો આપવા આવા પરવાનેદારો પર નિયંત્રણ રાખવા અને આ કામો અંગે તેમની મંજુરી નકકી કરવા અને તે અમલમાં લાવી શકાશે

(એએ) યાત્રિકો પ્રવાસીઓ અને બીજા મુસાફરોને ટેકરીઓ પવૅતો કે બીજા એવા સ્થળોએ તેમનો સરસામાન લઇ જવા માટે અને તેવા કામ કરવા માંગતા અરજદારોને પરવાનો આપવા અંગે અને આવા પરવાનેદારો પર નિયંત્રણ રાખવા અને આ કામો અંગેની મજુરી નકકી કરી તેના અમલમાં લાવી શકાશે

(બી) સાવૅજનિક જગ્યાના ઉપયોગના નિયમન કરવા અંગે અને લોકોને ભય અડચણ અથવા અગવડતા ન થાય તે હેતુથી રસ્તા અને દરેક પ્રકારના રાહદારીનુ અને સવાર થઇને જનારા ચાલતા જનારા સાયકલ સવારો ઢોર દોરી લઇ જનારા અને ઢોર સાથે જનારા માટે નિયમન કરી શકાશે (સી) સાવૅજનિક જગ્યામાં અને મહોલ્લામાં વાહનો અને ઢોરને ઉભા રાખવા અંગેની શરતો અને ઉપયોગનુ નિયમન કરી શકાશે (ડી) રસ્તામાં વાહનો ઉપર કેટલી બતીઓ રાખવી તથા તે કયારે વાપરવી તે નકકી કરી શકાશે

(ડીએ) ચિત્રો જાહેરખબરો સમાચારના બોડૅડો કે જાહેર સુચના પ્રદશિત કરવા માટે જળ પ્રાંગણના અથવા રાષ્ટ્રીય જળ માગૅ સિવાયના અન્ય બીજા આંતરદેશીય જળ માગૅ ઉપરના કોઇ રસ્તા કે કોઇ સાવજનિક જગ્યામાં કે તેની પાસે કે વહાણ કે હોડી પર પરવાનો આપવા અને તે માટે નિયંત્રણ કરવા અને પ્રતિબંધ ફરમાવી શકશે

પરંતુ કોઇ રાજકીય પક્ષ જાહેર સંસ્થા પંચાયત કે નગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તે સમયે અમલી હોય તેવા કાયદા મુજબ રચીત બીજા અન્ય સ્થાનિક સંસ્થાઓ તરફથી કે બતીથી કરવામાં આવતાસમાચાર બોડૅ અથવા જાહેર સુચનાના પ્રદશૅનને લાગુ પડશે નહિ (ડીબી) જાહેરાતના હેતુ માટે જે કોઇ નિશાની યુકિત કે આકૃતિ કોઇ રસ્તાના અમુક સ્થળેથી નજરે ચઢે તેમ હોય અને નિયમ કે હુકમમાં નકકી કરવામાં આવેલ હોય તેટલી ઉંચાઇ (આસપાસ થતા આવનજાવન કે તેટલી ઉંચાઇથી તે નિશાની યુકિત કે આકૃતિથી આવી આવન જાવનમાં અવરોધ કે અડચણ થવાની શકયતા અંગે ધ્યાનમાં લેતા) કોઇ જમીન મકાન કે બાંધકામ ઉપર ઉંચે ચઢાવવામાં આવેલ હોય કે ઉંચે રાખવામાં આવેલ હોય તેવી નિશાની યુકિત અથવા આકૃતિ ઉભી કરવા પ્રદશૅનમાં મુકવા જડતર કરવા અને રાખવા અને પ્રતિબંધ ફરમાવી શકશે (ઇ) કેટલાક નકકી કરેલા રસ્તા ઉપર થઇને ઢોર નહિ લઇ જવાના કલાકો નકકી કરવા અંગે અને જે નિયમો નકકી કરવામાં આવેલ હોય તેનુ અનુસરણ કરાવી શકાશે

(એફ) ભયાનક કે જંગલી જાનવર કે હાથીને કયા રસ્તા પર કે રસ્તામાં દોરી લઇ જવા હાંકવા કે વાહન વગેરેમાં લઇ જવા અંગે નિયમન કરી શકાશે

(જી) ભારે વસ્તુઓ બોઇલરો સળીયા લોખંડના થાંભલા સીડીઓ અને પાલખી માટે વપરાતા વાંસ અને ઇમારતી લાકડુ કયા રસ્તે કયારે અને કેવી રીતે લઇ જઇ શકાશે તેવા કામ ઉપર નિયંત્રણ કે નિયમન રાખી શકાશે

(એચ) સ્ફોટક પદાથૅ અને બંદુકનો દારૂ જેવા પદાથૅ સાવૅજનિક મહોલ્લામાં લઇ જવા માટે પરવાનો આપવા અને તેના ઉપર નિયંત્રણ રાખી તેનાથી પાડોશી અથવા અવરજવર કરનારાઓને જોખમ ભય અગવડ હરકત કે નુકશાન થતુ અટકાવવા અને તેવા પદાથૅ લઇ જવા માટે મનાઇ કરી શકાશે

(આઇ) ચેપી અથવા ઉડતા રોગવાળી વ્યકિતઓને કે જાનવરોને રોગવાળા મૃત જાનવરોના મુડદાને કે તેના કોઇ ભાગને કે મૃત વ્યકિતઓના મુડદાને ઉઘાડા રહેવા દેવા અને લાવવા લઇ જવા અંગે અમુક નકકી કરેલ રસ્તાઓ અને નકકી કરેલ કલાકો સિવાય લઇ જવા અંગે મનાઇ કરી શકશે

(જે) દુર્ગંધ મારતી વસ્તુ અથવા પદાથૅ નકકી કરેલ નિયમો અનુસરવા સિવાય ચોકકસ રસ્તામાં ઘરો કે ઇમારતોમાં કયારે લઇ જઇ શકાશે નહી

(કે) ઉપદ્રવકારક અથવા દુર્ગંધ મારતી વસ્તુઓ મુકવાની તથા શૌચાલય સાવૅજનિક જગ્યાઓ વિ.માં રાહદારીના નિયમન કરવા અને નિયમો તથા વ્યવસ્થા જાળવણી અંગે જગ્યાઓ જુદી રાખવી જાનવરને કતલ કરવાની જગ્યા કતલ કરેલ જાનવરના મુડદા અથવા તેના ચામડા સાફ કરવાની જગ્યાઓ જુદી રાખી શકાશે

(એલ) જાહેર જનતામાં અથવા પશુઓમાં રોગચાળો કે ચેપી રોગ શરૂ થયો હોય અથવા શરૂ થશે એમ લાગે તેવા પ્રસંગે આવા રોગ નાબુદી અંગે અને તેના વ્યાપ અટકાવવાના હેતુથી રાજય સરકાર આદેશ કરે તે રીતે અને તેની ઇચ્છા મુજબ તેવી જગ્યાના ભોગવટેદાર અથવા રહેવાસીઓને તેવી જગ્યા વિગેરે સ્વચ્છ રાખવા બાબત અને તેમાંથી રોગ બીજ ખલાસ કરવા અંગેઅને એવા રોગચાળા કે જે રોગ પીડીત હોય એમ જણાતુ હોય તેવાઓને કે તેવા જાનવરોને એકબીજાથી અલગ રાખવા કે તેમની વ્યવસ્થા કરી શકાશે

(એમ) પાણીનુ કોઇ સ્થળ સાધન કે જગ્યા કે ચોકકસ હેતુ માટે બંધ કરવા કે તેનો વપરાશ અટકાવવા કે ચોકકસ ઇરાદા માટે જ તેનો વપરાશ કરવા માટેનુ ફરમાન કરવા અને પાણીનો બગાડ અટકાવવા અંગે જોગવાઇ કરવા બાબતે.

(એન) સાવૅજનિક જગ્યાઓમાં કે રસ્તામાં કે રસ્તાની નજીક વાજિંત્રો વગાડવા દાંડી પીટવા અથવા બીજા એવા સાધનો વગાડવા માટે ભુંગળા કે ઘોંઘાટ ઉત્પન્ન કરે તેવા અન્ય સાધનો વગાડવા માટે અથવા અવાજ કરવા માટે પરમીટ આપવા તથા તેના ઉપર જરૂરી નિયંત્રણ રાખી તેની પાડોશીઓ ને અવરજવર કરનારાઓને હરકત અગવડ ત્રાસ જોખમ ભય અથવા નુકશાન અટકાવવા માટે તેવા કામ કરવાની મનાઇ કરવા બાબતે

(ઓ) સરઘસના કિસ્સામાં સરઘસ કયા માગૅથી કયા ક્રમમાં અને કયા સમયે પસાર થવા દેવુ કે રસ્તા ઉપર કે રસ્તા ઉપર થઇને જતી મંડળીના લોકોના વતૅન વતૅણુક અને કૃત્ય અંગે નિયમન કરવા બાબતે

(પી) રાહદારીને સારૂ અજવાળુ અને હવા મોકળાશ મળે તથા અવરજવર અંગે અડચણ રૂપ થાય તેવા રસ્તા કે રસ્તાના કોઇ ભાગમાં આડુ કોઇપણ દોરડુ અથવા કાંઠી ટીંગાડવાની કે મુકવાની અથવા આગળ પડતુ આવે એવુ કામ કોઇપણ બાંધકામ કરવાની મનાઇ કરવા બાબત

(કયુ) બાંધકામને લગતો સરસામાન અથવા બીજી ચીજો કોઇપણ રસ્તામાં અથવા સાવૅજનિક જગ્યામાં કે ઘોડો અથવા બીજુ જાનવર બાંધવા કે રાખવા અંગે જે વ્યાજબી નિયમો કરે તેને અનુસરવાની શરતોબાંધવા કે રાખવા અંગે જે વ્યાજબી નિયમો કરે તેને અનુસરવાની શરતો સિવાય તે અંગે મનાઇ કરી શકશે

(આર) નીચેના કાયૅ અંગે

(૧) સાવૅજનિક જગ્યાઓ તથા રસ્તાઓ અને તેના સીમાડા ઉપર આવેલી ઇમારતોના આગળના ભાગે બતી મુકવાને યોગ્ય રીતે અધિકાર આપેલા સરકારના નોકરો અગર મ્યુનિસિપલ અધિકારીઓ સિવાય અન્ય વ્યકિતઓને બતી મુકવા બાબત

(૨) સાવૅજનિક જગ્યાઓમાં જે રસ્તાઓ કે તેની પાસે સુરંગે મુકીને ખડકો ફોડવા માટે ખોદકામ કરવા અંગે

(૩) લાઉડસ્પીકરનો ઉપયોગ કોઇપણ સાવૅજનિક જગ્યા અથવા તેની પાસે અથવા કોઇપણ ગમ્મતની જગ્યા ઉપર લેવા બાબત ઉપરાંત આ અંગે પરમીટ આપવા નિયંત્રણ રાખવા તેની પાડોશીઓને કે અવરજવર કરનારાઓને હરકત અગવડ ત્રાસ જોખમ ભય કે નુકશાન થતુ અટકાવવા અંગે તે કામ કરવાની મનાઇ કરવા બાબતે

(એસ) ભયના પ્રસંગે ચોકકસ જગ્યા કે રસ્તા પોતાને વ્યાજબી લાગે તેવી બાબતોનો અપવાદ રાખીને ભાંગેલી તુટેલી ઇમારતોથી ભય હોય તે થોડા સમય સુધી બંધ રાખવા બાબત

(ટી) જગા૨ે કોઇ ઇમારતો પ્લેટફોમૅ કે બીજુ અન્ય પ્રકારનુ બાંધકામ બાંધતી વખતે કે તેની મરામત કરતી વખતે તે બાંધકામથી રસ્તાઓ

અવરજવર કરનારાઓ તથા આ બાંધકામની નજીકના પડોશી કે લોકોમાં ભય ઉત્પન્ન થાય તેવુ હોય ત્યારે તે અંગે બંદોબસ્ત રાખવા બાબતે

(યુ) કોઇ રસ્તામાં કે ઇમારતમાં તેની ઉપર કે તેનાથી પચાસ ફુટની અંદર કોઇપણ ઘાસ કે બીજી વસ્તુમાં સળગતા દેવતા મુકવાની કે બાળવાની કે આગ સળગાવવાની કે વિચાયૅ વગર આગ શસ્ત્ર મુકવાની કે બંદુકથી ખાલી ભડકા કરવાની કે આતશબાજી સળગાવીને કે આતશબાજી નાખવાની કે આતશબાજીનુ બલુન કે રોકેટ સળગાવી ઉડાડવાની કે રોશની કરવાના હેતુથી ફાનસો અથવા બીજા કોઇ કરામતથી બનાવેલી વસ્તુ થાંભલામાં કે બીજી વસ્તુમાં નાંખીને તે થાંભલા કે વસ્તુ કોઇ રસ્તાની તરફ અથવા આડાદાટી દઇ ઉભા કરવા અંગે જે વ્યાજબી નિયમ પોતાની તરફથી નકકી કરવામાં આવે તેના અનુસાર આ અંગે મનાઇ કરવા બાબતે

(વી) માનવીના મૃત શરીરની વ્યવસ્થા કરવા અંગેની કોઇ જગ્યા કે કોઇસાવૅજનિક જગ્યાઓ વિ.માં રાહદારીના નિયમન કરવા અને નિયમો તથા વ્યવસ્થા જાળવણી અંગે

(૨) તેવા કાયૅક્રમોના કલાકારોને કામે રાખવા અને તે કલાકારો તથા તેમના પ્રેક્ષકોના વતૅનનુ સાવૅજનિક વ્યવસ્થા શિષ્ટતા અથવા નીતિના અથવા જાહેર જનતાના હિતમાં નિયમન કરવા માટે

(૩) રાજય સરકારે નીમેલા બોડૅ દ્રારા અથવા આ અથૅ કમિશ્નરે અથવા જિલ્લા મેજીસ્ટ્રેટે નીમેલી સલાહકાર સમિતિ દ્રારા તેવા કાયૅક્રમોની અગાઉથી તપાસ કરવા માટે

(૪) આવા કાર્યક્રમો કઇ જગ્યાઓએ અને કયાં સમયે યોજવા જોઇએ તે અંગે નિયમન કરવા બાબતે

(એકસ) ટીકીટ અથવા પાસના વેચાણ કે ટીકીટના નામે ઓળખાતી ટીકીટ કે પાસથી સાવૅજનિક આનંદ પ્રમોદના સ્થળે પ્રવેશ કરવા અંગે આવી ટીકીટ કે પાસના વેચાણના નિયમન કે મનાઇ કરવા બાબતે

(વાય) આ કાયદા મુજબ જે વ્યકિતને પરવાનો કે પરવાનગી લેવાની હોય કે જોઇતી હોય તે અંગે અરજી કરવાની રીત નકકી કરવા અને એવા પરવાના કે પરવાનગી અંગે લેવા પાત્ર ફી નકકી કરવા અંગે

પરંતુ આ કલમમાંના કોઇ ઠરાવથી કે તે કલમ મુજબ કરેલા કોઇપણ નિયમ મુજબ આપેલ પરવાનાથી કોઇપણ વ્યકિતને જે કોઇ વ્યકિત દારૂ અથવા કેફી વસ્તુઓ માટે મુંબઇ નશાબંધી કાયદો ૧૯૪૯ મુજબ કે આબકારી મહેસુલ સબંધી કે દારૂ તેના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવા અંગે અને તે સમયે અમલી હોઇ એવા બીજા કોઇ અધિનિયમ મુજબ પરવાનો પરવાનગી પાસ કે અધિકારપત્ર લેવો પડે તેમ હોય કે તે દારૂ અથવા કેફી વસ્તુઓ આયાત કરવાને કે મોકલવાના એક સ્થળેથી બીજા સ્થળેથી લઇ જવાનો તૈયાર કરવાનો વેચવાનો કે કબ્જામાં રાખવા અંગે અધિકારપાત્ર છે એમ સમજવુ નહિ કે એવા કોઇ અધિનિયમ મુજબ કોઇપણ માણસની પાત્રતા અંગે બાધ આવે છે કે શસ્ત્ર કાયદા ૧૮૭૮ કે સ્ફોટક વસ્તુ કાયદા ૧૮૮૪ કે એમાના કોઇ અધિનિયમ અનુસાર કરેલા કોઇ નિયમોના ઠરાવોને કે તે અન્વયે કોઇપણ વ્યકિતની પાત્રતાને કઇ રીતે બાધ આવશે એમ સમજવુ નહી તે બાબતે

વધુમાં આ પેટા કલમ મુજબ આદેશોનુસાર નકકી કરેલા નિયમો અથવા હુકમોનુસાર લીધેલ કોઇપણ પગલુ કે આવા નિયમો કે આદેશો મુજબ પરવાના આપવા અંગે રાજય સરકારના નિયંત્રણ અને દેખરેખ આધિન રહેવા બાબતે(૧-એએ) આ કાયદા મુજબ જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ તાબાના વિસ્તારોમાં કે તેના કોઇ ભાગમાં પેટા કલમ (૧) ના ખંડ (બી) સાથે વાંચવામાં આવતા ખંડો (ડી બી) (ઇ) અને (જી)માં નકકી કરેલા બધા અથવા કોઇ બાબત અંગે આ કાયદા સાથે બંધબેસતા ન હોય તેવા નિયમો કે આદેશો કરી શકશે કે જરૂર જણાયે તેમા ફેરફાર કે તેવા હુકમો રદ કરી શકશે

પરંતુ મજકુર ખંડોમાં જણાવેલી કોઇ બાબત માટે પેટા કલમ (૧) મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટે કરેલ હોય અને મુંબઇ પોલીસ (ગુજરાત સુધારા) કાયદો ૧૯૭૭ ના શરૂઆતથી તરત પહેલા કોઇ વિતારમાં અમલી હોય તેવા નિયમો અને હુકમો યોગ્ય સતાધિકારી ફેરવે અથવા રદ કરે કે તેમા સુધારો કરી નહી ત્યાં સુધી જિલ્લા સુપ્રીન્ટેન્ડન્ટ આ પેટા કલમ નીચે કરેલ હોય તેમા અમલી રહેશે

(૧-એ) ખંડો (ડબલ્યુ) (ડબલ્યુ-એ) અને (એકસ) મુજબ નિયમો અથવા હુકમો કરવાની સતા (ગુજરાત રાજયના) સબંધમાં ફકત પ્રથમ તબકકે અમલમાં આવશે પણ રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને એવો પ્રબંધ કરી શકશે કે તે ખંડો પૈકી કોઇપણ અથવા સઘળા ખંડો મુજબની આવી સતા જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તે તારીખથી રાજયના બીજા કોઇ વિસ્તારમાં પણ અમલમાં આવશે

(૨) પેટા કલમ (૧)ના ખંડો (એ) (એએ) (બી) અને (સી) મુજબ નિયમો કરવાની તેમા ફેરફાર કરવાની અથવા રદ કરવાની સતા રાજય સરકારના નીયંત્રણને આધીન રહેશે

(૩) પેટા કલમ (૧)ના બાકી ખંડો મુજબ નિયમો કરવાની તેમા ફેરફાર કરવાની અથવા રદ કરવાની સતા તે સરકારની અગાઉની મંજુરીને આધીન રહેશે

(૪) શબની વ્યવસ્થા કરવાની કોઇપણ જગાના વપરાશ સબંધી પેટા કલમ (૧)ના ખંડ (વી) મુજબ કરવાનો દરેક નિયમ સામાન્ય તથા સ્થાપિત કરવાની જરૂરીયાત યોગ્ય રીતે લક્ષમાં રાખીને કરવો જોઇએ

(૫) પેટા કલમ (૧)ના ખંડ (૨) થી મળેલી સતા મુજબ બહાર પાડવામાં આવલો દરેક નિયમ (કમિશ્નરના ચાજૅ હેઠળ ન હોય તેવા કોઇ ક્ષેત્રને) લગતો હોય તો (રાજય સરકાર આ અથૅ નીમે તેવા સતાધિકારીને) અને રાજય સરકારને તરત તેની જાણ કરવી)

(૬) કોઇ મ્યુનિસિપલ કે સ્થાનિક સંસ્થાના વિસ્તારની જાહેર સગવડ નિયમો તથા વ્યવસ્થા જાળવણી અંગે લગતો હોય તો (રાજય સરકાર આ અથૅ નીમે તેવા સતાધિકારીને) અને રાજય સરકારને તરત તેની જાણ કરવી)

કોઇ મ્યુનિસિપલ કે સ્થાનિક સંસ્થાના વિસ્તારની જાહેર સગવડ સલામતી અને તંદુરસ્તી અંગે કોઇ કાયદા નિયમ કે પેટા કાયદામાં જોગવાઇ કરેલી બાબતો અંગે હોય તો આવો નિયમ કે હુકમ યોગ્ય પ્રસંગે મ્યુનિસિપલ કે સ્થાનિક સંસ્થાના આ કાયદા નિયમ કે પેટા કાયદાને આધિન આ કલમ મુજબ કરેલા કે બહાર પાડવો કોઇપણ હુકમ કે નિયમ બાબત

(૭) આ કલમ અન્વયે કરેલા દરેક નિયમ કે બદલેલો દરેક નિયમ કે રદ કરેલો દરેક નિયમ સતા પહેલા પ્રસિધ્ધ કયૅા બાદ જ આવા નિયમો કરવા બદલવા કે રદ કરવા એ શરતો મુજબ રહેશે અને આ કલમની જોગવાઇ પ્રમાણે કરેલો દરેક નિયમ રાજપત્રમાં અને તેના ઉપરની આવેલ વિસ્તારમાં ખાસ કરીને આવો નિયમ જે ઇમારત રચના બાંધકામ કે જગ્યા અંગેનો હોય તો આવી ઇમારત રચના બાંધકામ કે જગ્યાની નજદીક પ્રખ્યાત સ્થળે તે અંગેની નકલો ચોંટાડીને કે દાંડી પીટાવીને આ નિયમની જાહેરાત કરીને અથવા નિયમકતૅ નિયમ બદલનાર કે નિયમ રદ કૉા અધિકારીને યોગ્ય લાગે તેવા સ્થાનિક અખબારમાં અંગ્રેજી કે સ્થાનિક ભાષામાં આવા નિયમોની જાહેરખબર આપીને કે તેમને યોગ્ય લાગે એ રીતે આવા માધ્યમોમાના બે કે વધારે માધ્યમોથી પ્રસિધ્ધ કરવા બાબતે

પરંતુ તે યોગ્ય પ્રસંગે કમિશ્નર જિલ્લા મેજીસ્ટ્રેટ જે જિલ્લા સુપ્રીન્ટેન્ડન્ટને એવી ખાતરી થશે કે એવા સંજોગો ઉદભવ થયા છે કે એવા નિયમો કે તેમા કરેલ ફેરફારો કે રદ કરવા તાત્કાલિક અમલમાં લાવવુ જરૂરી જણાય છે તો આ પહેલાથી પ્રસિધ્ધી કયૅ વગર એવા કોઇ નિયમ કરી શકશે કે તેમા ફેરફાર કે રદ કરી શકશે તે બાબતે

(૮) આ કલમ અધિન કરેલા કોઇપણ નિયમમાં ગમે તે લખવામાં આવેલ હોય તે છતા જે વ્યકિતની ખરાબ ચાલચલગત હોય એવા કુખ્યાત ઇસમને સાવૅજનિક આનંદપ્રમોદ અથવા ખાવાપીવાની કોઇ જગ્યા રાખવા અંગે મનાઇ કરવાનુ અથવા તે રાખવા માટે પરવાના આપવાની ના કહેવા અંગે લાયકાત ધરાવતા અધિકારી માટે હંમેશા કાયદેસર લખાશે

(૯) ઉપરોકત જણાવેલ યોગ્ય રીતે કરેલા હુકમ અમલી હોય ત્યાં સુધી તે પ્રમાણે અનુસરવા અંગે લાગતાવળગતા તમામની ફરજ રહેશે.