રસ્તા ઉપર આડશ કરવાના અધિકાર અંગે - કલમ:૩૪

રસ્તા ઉપર આડશ કરવાના અધિકાર અંગે

આ કાયદા મુજબ કમિશ્નર અને જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ પોતપોતાના તાબા નીચેના વિસ્તારોમાં રસ્તા ઉપર હંકારવામાં આવતા વાહનો કેટલાક સમય માટે રોકવા અને આવા પ્રકારના કોઇપણ વાહન સબંધી કે આવા વાહન હાંકનારે કે આવુ વાહન જેના તાબામાં હોય તેણે તે જ સમયે અમલી હોય એવા કોઇપણ કાયદાની જોગવાઇઓનુ ઉલ્લંઘન કર્યું છે કે નહિ તે અંગેની ખાતરી કરવા માટે કોઇ રસ્તા ઉપર આડશ ઉભી કરવા માટે યોગ્ય લાગે તેવા પોલીસ અધિકારીને અધીકાર આપી શકશે અને આ અધિકારી મળેલા અધિકારીને રૂએ આવી આડશનો ઉપયોગનુ નિયમન કરવા અંગે પોતાને યોગ્ય જણાય તેવા હુકમો કરી શકશે