મુડદાના નિકાલની જગ્યા કે નિકાલબંધીના નિયમો કરવાની સતા અંગે - કલમ:૩૫

મુડદાના નિકાલની જગ્યા કે નિકાલબંધીના નિયમો કરવાની સતા અંગે

(૧) આ કાયદા મુજબ અગ્નિ સંસ્કાર દફનવિધીથી કે બીજી અન્ય રીતે માનવ શરીરના મુડદાનો નિકાલ કરવાના કામ અંગે અલગ રાખી હોય તે જગ્યાઓ સિવાયની અન્ય જગ્યાઓએ તેમનો નિકાલ કરવા અંગે કરાતા નિયમો યોગ્ય સતાધિકારી વખતોવખત કરી શકશે

પરંતુ કોઇપણ કસ્બા કે જગ્યામાં આ રીતે અલગ જગ્યા રાખવામાં ન આવી હોય તે અંગે આવા કોઇ નિયમો કરી શકાશે નહિ

વધુમાં યોગ્ય સતાધિકારી કે આ અંગે તેણે અધિકાર આપ્યો હોય તેવા બીજા અધિકારી પોતાની મરજીના કોઇ વ્યકિત દ્રારા તેને કરવામાં આવેલ અરજીથી કોઇ અવસાન પામેલ માણસના મુડદાને એવી રીતે અલગ રાખેલી જગ્યા સિવાયની બીજી અન્ય કોઇ જગ્યાએ જો તેના મત અનુસાર એ રીતે નિકાલ કરવો જોઇએ કે આવા નિકાલના કામથી રસ્તા ઉપર અવરજવર કરતા રાહદારીને હરકત કે જાહેર અશાંતિ ઉભી થવાની દહેશત ન હોય કે બીજા અન્ય કારણસર વાંધો ન જણાય તો નિકાલ કરવા અંગે આવી વ્યકિતને પરવાનગી આપી શકાશે (૨) પેટા કલમ (૧) અન્વયે કરેલા કોઇ નિયમમાં અલગ અલગ

કોમો માટે કે કોમોના વર્ગો માટે મુડદાની વ્યવસ્થા કરવા અંગે અલગ રાખેલી જગ્યાઓ નકકી કરવી જોઇએ

(૩) એવા તમામ નિયમો પહેલા જાહેર કરવાની શરતો મુજબ અને મુંબઇ સામાન્ય કલમ કાયદા ૧૯૦૪ ની કલમ ૨૪ ના ખંડ (૩) અનુસાર નકકી કરવા અંગેની તારીખ જે તારીખે સુચિત નિયમોનો ખરડો પ્રસિધ્ધ કરવામાં આવે તે તારીખથી બે માસ વહેલી ન થવી જોઇએ

સ્પષ્ટીકરણઃ- (આ કલમના હેતુઓ અંગે તે સમયે અમલી રૂઢિ રિવાજ કે કાયદા અન્વયે મુડદાના નિકાલ માટે રાખેલી અલગ જગ્યા સમજવી)