પ્રજાને હુકમ કરવા જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ કમિશ્નર કે અન્ય અધિકારીઓની સતા અંગે - કલમ : ૩૬

પ્રજાને હુકમ કરવા જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ કમિશ્નર કે અન્ય અધિકારીઓની સતા અંગે

આ કાયદા મુજબ પોલીસ કમિશ્નર તથા તેમના આદેશાનુસાર પોલીસ ઇન્સ્પેકટરના દરજજાથી ઉતરતા દરજજાના ન હોય તેવા પ્રત્યેક પોલીસ અધિકારીને જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટને તથા તેમના હુકમોનુસાર રાજય સરકાર નકકી કરે તેવા દરજજાની ઉતરતા દરજજાના ન હોય એવા કોઇપણ

પોલીસ અધિકારીને પોતાના તાબામાં હોય તેવા વિસ્તારોમાં સમય અને સંજોગો મુજબ જે પ્રસંગો ઉભા થાય તે મુજબ નીચે જણાવેલ કામો કરવા માટે જરૂરિયાત ન હોય એવા તમામ આદેશ મૌખિક કે લેખિત કરવાની સતા છે પરંતુ આ કાયદાની કલમ-૩૩ મુજબના નિયમ કે હુકમનો ભંગ થયો હોય તેવો નિયમ કે હુકમ કરી શકાશે નહિ.

(એ) રસ્તાઓ ઉપર થઇને રસ્તામાં પસાર થતા સરઘસો કે મંડળીઓમાંના લોકોએ કેવુ વતૅન કેવી રીતભાત અને કેવી રીતે કામ કરવુ તે બાબત અંગે ફરમાન કરી શકાશે

(બી) આવા સરઘસોને કયા રસ્તેથી કાયરે પસાર થવુ કે પસાર થવા ન દેવા અંગે નકકી કરવા બાબતે

(સી) બધા સરઘસો કે મંડળીઓના કિસ્સાઓમાં તેમજ ધાર્મિક જગ્યાઓમાં પ્રાથૅના કરાતી હોય તે સમય દરમ્યાન તે જગ્યાના પડોશમાં કે કોઇ મહોલ્લામાં કે જાહેર જગ્યામાં કે જયાં લોકોને અવરજવરની છુટ હોય એવી જગ્યામાં લોકોની ગીરદીને અડચણ થવાની દહેશત હોય ત્યારે આવી અડચણ થતી અટકાવવા બાબતે

(ડી) તમામ મહોલ્લામાં ઓવાર ધકકા ઉપર અને સાવૅજનિક સ્નાન ઘર ધોવાની અને વહાણની ચઢવા ઉતરવાની જગ્યાઓએ મેળામાં મંદિરોમાં અને લોકોને અવરજવરની છુટ હોય એવા સ્થળોએ બંદોબસ્ત રાખવા બાબતે

(ઇ) તમામ મહોલ્લામાં કે સાવૅજનિક જગ્યામાં કે તેની નજી સંગીત કે ગીત ગાવા અંગે કે ઢોલ ત્રાસા અને બીજા અન્ય વાજિંત્રો વગાડવા અંગે અને રણશિંગા કે બીજાના કણૅ કાંડે તેવા વાજિત્રો ફેંકવા કે વગાડવા અંગે નિયમન કરી નિયંત્રણ રાખવા બાબતે

(ઇએ) કોઇ મોહલ્લામાં કે સાવૅજનિક સ્થળમાં કે તેની નજીક કોઇ સાવૅજનિક ખાવાપીવાની જગ્યામાં અવાજ વધારનારા સાધનોના ઉપયોગ કરવા અને તે અંગે નિયમન મુકી નિયંત્રણ રાખવા બાબતે

(એફ) આ કાયદાની કલમો પૈકી કલમ ૩૩ ૩૫ ૩૭ ૩૮ ૪૦ ૪૨ ૪૩