
ગેરવ્યવસ્થા અટકાવવા અને અમુક કૃત્યોની મનાઇ કરવા અંગે
(૧) આ કાયદા મુજબ કમિશ્નર અને જિલ્લા મેજીસ્ટ્રેટ પોત પોતાના તાબામાં હોય કે વિસ્તારમાં લોકોમાં સુલેહ રાખવા તેમની સલામતીનુ રક્ષણ કરવા પોતાને જરૂર ત્યારે અને તેટલી મુદત લગી જાહેર રીતે જાહેરનામુ કાઢીને અમુક વ્યકિતઓને ઉદેશીને કાઢેલા જાહેરનામાથી કોઇ કસ્બા ગામ કે જગ્યાની પાસેના સ્થળમાં નીચે જણાવ્યા મુજબની બંધી અંગે ફરમાન કરી શકશે
(એ) શારીરિક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં થઇ શકે તેવા શસ્ત્રો જેમ કે શસ્તો દંડા તલવાર ભાલા સોટા બંદુક ચપ્પુ લાકડી કે લાઠી કે તેવી બીજી કોઇ વસ્તુ લઇ જવા અંગે
(બી) કોઇપણ અથવા જલદી સળગી ઉઠે તેવી વસ્તુઓ લઇ જવા અંગે
(સી) પથ્થરો કે બીજા હથિયારો કે હથિયારો ફેંકવાના કે નાખવાના યંત્રો કે સાધનો લઇ જવા અંગે કે તૈયાર કરવા અંગે
(ડી) સળગતી કે પટાવેલી મશાલ સરઘસમાં લઇ જવા બાબત
(ઇ) વ્યકિતઓ કે તેના શબ આકૃતિની કે પુતળા દેખાડવાની બાબત
(એફ) લોકોએ બુમ પાડવાની કે ગીતો ગાવાની કે વાઘ વગાડવા બાબત
(જી) પોલીસ અધિકારીના મતાનુસાર સુરૂચિ કે નિતિનો ભંગ થતો લાગે કે તેના ફેલાવાથી રાજયની સલામતી માટે જોખમ હોય કે જેના કારણે રાજય ઉથલી પડવાની સંભાવના હોય એવા છટાદાર ભાષણો અંગે તે અંગે ચાળા વિગેરે પાડવાની કે તે ચિત્રો નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની દેખાડવાની કે તેનો ફેલાવો કરવાની બાબતે
(૨) કોઇ વ્યકિત તેવી મનાઇનો ભંગ કરી હથિયાર બાંધીને જાય કે કોઇ ક્ષય ધમી પદાથૅ શસ્ત્ર હથિયાર બળતી કે સળગાવેલી મશાલ પોલીસ અધિકારીને લઇ લેવાનો અધિકાર છે અને આ રીતે લીધેલ હથિયાર સરકાર દાખલ કરવા બાબત બાંધીને જાય કે કોઇ ક્ષય ધમી પદાથૅ શસ્ત્ર હથિયાર બળતી કે સળગાવેલી મશાલ પોલીસ અધિકારીને લઇ લેવાનો અધિકાર છે અને આ રીતે લીધેલ હથિયાર સરકાર દાખલ કરવા બાબત
(૩) પેટા કલમ (૧) મુજબ અધિકૃત થયેલ અધિકારીને જયારે જયારે અને જયાં સુધી કોઇપણ મંડળી અથવા સરઘસ અટકાવવાનુ જાહેર વ્યવસ્થાના હેતુ માટે જરૂરી જણાય ત્યારે ત્યારે અને ત્યાં સુધી તે અધિકૃત થયેલ અધિકારી એવી મંડળી અથવા સરઘસને લેખિત હુકમ કરી અટકાવી શકશે પરંતુ એવી કોઇ મનાઇ રાજય સરકારને મંજુરી વગર પંદર દિવસ કરતા વધુ મુદત સુધી અમલમાં રહેશે નહી.
(૪) પેટા કલમ (૧) મુજબ અધિકૃત કરેલ અધિકારી કોઇપણ મહોલ્લો કે સાવૅજનિક જગ્યા કોઇ સાવૅજનિક હેતુ માટે જાહેર નોટીશથી થોડા વખત સુધી અલગ રખાવી શકશે અને આવી અલગ રખાયેલ જગ્યામાં કોઇપણ વ્યકિતઓને આવા પોલીસ અધિકારી નકકી કરે તેવી શરત વિના પ્રવેશ આપવા અંગે મનાઇ કરી શકવા બાબત
Copyright©2023 - HelpLaw