
સંગીત ધ્વની કે કોલાહલ ચાલુ કે બંધ કરાવવાની સતા અંગે
(૧) કોઇ પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવનાર પોલીસ અધિકારીના અહેવાલ ઉપરથી તેમજ તેમને મળેલી અન્ય બાતમીના આધારે પોલીસ કમિશ્નર કે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટને એવી ખાતરી થાય કે જાહેર જનતા કે પડોશમાં રહેતા કે મિલકતનો ભોગવટેદાર વ્યકિતઓને હેરાનગતિ અગવડ અટકાવવા અંગે જરૂરી જણાય તો તેવો અધિકારી લેખિત હુકમો કરી કોઇપણ વ્યકિતને નીચે જણાવેલ બાબતો અટકાવવા મનાઇ નિયંત્રણ અને નિયમન કરવા અંગે તેમની જરૂરી લાગે તેવી સુચનાઓ આપી શકશે એ બાબતે
(એ) કોઇ સ્થળે કે સ્થળો ઉપર નીચે જણાવેલ બાબતો થવા દેવા કે ચાલુ રાખવા અંગે
(૧) કોઇ મોટેથી વગાડી શકાય એવુ વાજિત્ર કે વાજિંત્રનુ કોઇ સંગીત
(૨) કોઇ વાજિંત્ર કે સાધન કે કરામત કે અવાજ ઉત્પન્ન કરવા કે પુનઃ અવાજ ઉત્પન્ન કરવાને શકિતમાન હોય એ રીતે વગાડવાની અથડાવવાથી ફૂંકવાથી કે વાપરવાથી ઉત્પન્ન થયેલો અથવા પુનફ ઉત્પન્ન થતા અવાજ અથવા
(બી) કોઇપણ સ્થળ ઉપર થતા વેપાર કે ધંધાના કામથી
ઘોંઘાટમાં પરિણમતો અને ઘોંઘાટ કરતો અવાજ (૨) પેટા કલમ (૧)મુજબ અધિકૃત અધિકારી પોતાની મેળે કે પેટા કલમ (૧) મુજબ કરેલા હુકમથી નારાજ વ્યકિત અરજી આપેલી આવા કોઇ હુકમમાં સુધારો વધારો કે બદલી શકશે કે રદ કરી શકશે
પરંતુ કોઇપણ આવેલ અરજીના નિકાલ કરતા પહેલા પોલીસ અધીકારીએ અરજદારને પોતાની રૂબરૂ પોતે કે પોતાના વકીલ મારફત હાજર રહેવાની અને તેવા હુકમ સાથે કારણ બતાવવા અંગે તક આપવી અને અરજદારની અરજી પુરેપુરી નામંજુર કરવામાં આવે કે અડધીપડધી નામંજુર કરવામાં આવે ત્યારે પોલીસ અધિકારીએ નામંજુરી અંગેના કારણો નોંધવા જોઇશે
Copyright©2023 - HelpLaw