હુલ્લડ વિગેરે અટકાવવા હુકમ કરવા અંગે - કલમ:૩૯

હુલ્લડ વિગેરે અટકાવવા હુકમ કરવા અંગે

(૧) પોલીસ કમિશ્નર અને જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ પોતાના તાબા હેઠળના વિસ્તારોમાં કોઇ હુલ્લડ કે સુલેહનો ભંગ અટકાવવા માટે દાબી દેવા માટે કોઇપણ ઇમારત કે જગ્યા કેટલાક સમય સુધી બંધી કરી શકશે કબજો લઇ શકશે ત્યાં અવરજવર કરતી તમામ કે કેટલી વ્યકિતને અવરજવર કરવા દેશે અને આ કલમની પોતાને થયેલી સતાના આધારે હુકમો પ્રસિધ્ધ કરનાર અધીકારીના હુકમ લાગતા વળગતા તમામને પાળવા બંધાયેલ રહેશે મુજબ બંધ કરેલી અથવા કબજામાં લીધેલી ઇમારતનો અથવા જગાનો કાયદેસર ભોગવટો કરનારને નુકસાનીનુ વળતર

(૨) પેટા કલમ (૧)ને આધીન તજવીજ કયા મુજબ આવી ઇમારત કે જગ્યાનો કાયદેસરના ભોગવટેદારને ભારે ખોટ કે નુકશાન થાય તો તે લાગતા વળગતા અધિકારીને તજવીજ કયૅાની તારીખથી એક માસમાં અંદર અરજી કરે એટલે આવી અરજ કરનાર અરજદારને વ્યાજબી વળતર મેળવવા હકકદાર થશે પરંતુ આવી તજવીજ એવા અધીકારીઓના અભિપ્રાય પ્રમાણે એવી ઇમારતનો કે જગ્યાનો ઉપયોગ કરવાથી આવેલ હોય અથવા જે ઉપયોગ કરવાનો આશય ઉપયોગ ને લીધે કે ત્યાં અવરજવર કરનાર વ્યકિતઓની ગેરવતૅણુકને લઇ કરવી પડી હોય તો તેમને એવુ વળતર મળી શકશે નહિ. વળતરની તકરારનો નિકાલ કરવા બાબત

(૩) પેટા કલમ (૨)ને આધીન કોઇ તકરાર ઉદભવે તો જિલ્લા મેજીસ્ટ્રેટના નિકાલ અંગે જે કાઇ રકમ આપવાની હોય તે બાબત અંગે તે રકમ કઇ વ્યકિતને આપવી તે બાબત આખરે ગણવા બાબત