આનંદ પ્રમોદની જગ્યા અને સાથૅજનિક સભામાં ગેરબંદોબસ્ત અટકાવવા માટે પોલીસે કરેલી તજવીજ અંગે
(૧) આ કાયદા મુજબ સાવૅજનિક આનંદ પ્રમોદ અંગે જે કોઇપણ જગ્યા કે જે કોઇ સભા કે મંડળીમાં લોકોને આમંત્રણ આપી આમંત્ર્યા હોય કે જેમા લોકોને આવવાની છુટ હોય તે જગ્યામાં કે જે કોઇ સભા કે મંડળીમાં ભારે ગેરવ્યવસ્થા કે કાયદાનુ ઉલ્લંઘન થતુ રોકવા માટે કે ભેગા થયેલા લોકો ઉપર ચોકકસ અને થોડીવારમાં આવી પડનારા ભય અટકાવવાના હેતુસર આવી આનંદપ્રમોદની જગ્યામાં કે આવી સભા અથવા મંડળીમાં કોન્સ્ટેબલથી ચઢીયાતા સૌથી ઉચ્ચ દરજજાનો જે સિનિયર પોલીસ અધિકારી હાજર હોય તેવા પોલીસ અધિકારી કાયદેસર રીતે નકકી કરે તેવા નિયમો તથા આદેશો અનુસાર આવી જગ્યામાં અથવા આવી સભામાં કે મંડળીમાં લોકોએ કઇ રીતે પ્રવેશ મેળવવો તે અંગે અને ત્યાં પ્રવેશ મેળવવી જનારા લોકો વચ્ચે સુલેહ સંપ રહે તથા કાયદા મુજબ વતૅન કરે તે બાબત તથા જાહેર સલામતી મેળવવા અંગે પોતાને યોગ્ય લાગે તેવા વ્યાજબી હુકમ કરી શકશે અને આવા દરેક વ્યાજબી હુકમાનુસાર ચાલવા માટે સૌને બંધનકતૅ રહેશે સદરહુ ઠેકાણે પોલીસને જવા આવવાની છુટ છે (૨) પેટા કલમ (૧) ની જોગવાઇઓ મુજબ તથા તે અંગે કરેલા કોઇ હુકમ અમલી બનાવવા આ પ્રકારની તમામ આનંદપ્રમોદની જગ્યામાં સભામાં કે મંડળીમાં અવરજવર કરવાની પોલીસને છુટ રહેશે
Copyright©2023 - HelpLaw