
મેળા વિગેરે મોટા રોગચાળો થતો અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટના વિશેષ ઉપાયો અંગે
(૧) જે કોઇ જગ્યાએ જાત્રા કે મેળા કે બીજા એવા કોઇ કારણથી ઘણા લોકો ભેગા થયા હોય કે ભેગા થવાની ધારણ હોય ત્યાં કોઇ ભારે રોગચાળો ફાટી નીકળ્યો હોય અથવા ફાટી નીકળવાની સંભાવના છે એમ પોલીસ કમિશ્નર કે જિલ્લા મેજીસ્ટ્રેટ જણાય ત્યારે એવો રોગ ફાટતો અટકાવવા માટે કે તેનો ફેલાવવો અટકાવવા માટે પોતાને વ્યાજબી લાગે તેવા તમામ ખાસ ઉપાયો કરી શકશે તથા પોતાને વ્યાજબી ન લાગે તો તેવા જગ્યાના રહેવાસી તથા ત્યાં હાજર હોય તેવા લોકોને કે ત્યાંથી પરત જનાર લોકોએ પાલન કરવા અંગેના નિયમોનો જાહેર નોટીશથી પોતાના તાબા હેઠળના વિસ્તારોમાં ઠરાવી શકશે
(૨) પેટા કલમ (૧) ની જોગવાઇઓ આધિન આવનાર વ્યકિતઓ ઉપર આકારીને જે ફી વસુલ કરવાની છુટ આપે છે તે જિલ્લા મેજીસ્ટ્રેટને કે કલેકટરને પોલીસ કમિશ્નર કે જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમ અનુસાર આવા ભેગા થયેલ લોકોવાળી જગ્યાએ તથા તેની નજીક આરોગ્ય રક્ષવા અંગેની વ્યવસ્થા કરવા અને જયાં વ્યાવસ્થા રાખવા માટે ખચૅ અંગેની રકમ ઉભી કરવા જરૂરી લાગે ત્યારે આવી વ્યાજબી કે વસુલ કરી શકાશે
(૩) મ્યુનિસિપાલીટીને કોર્પોરેશનની મયાદા હોય અને ત્યાં લોકો ભેગા હોય તો ઉપર જણાવેલ હેતુસર જોઇતી રકમની એવી મ્યુનિસિપાલીટી કે કોર્પોરેશન પાસેથી વસુલાત કરી શકાશે
Copyright©2023 - HelpLaw