રખડતા કુતરાનો નાશ કરવા અંગે - કલમ:૪૪

રખડતા કુતરાનો નાશ કરવા અંગે

(૧) પોલીસ કમિશ્નર અને જિલ્લા સુપ્રિ. પોતાના તાબા નીચેના વિસ્તારને વખતોવખત જાહેર નોટીશની પ્રસિધ્ધી કરાવી શકશે અને આવી જાહેર નોટીશમાં નકકી કરેલ મુદત દરમ્યાન રસ્તામાં કે કોઇ સાવૅજનિક જગ્યામાં કોઇ રખડતા કુતરા દેખાય તો તેનો નાશ કરવો અને જો કોઇ કુતરો આવી મુદતમાં દેખાઇ આવે તો આ પ્રમાણે નાશ કરાવી શકશે

(૨) પેટા કલમ (૧) મુજબ અધિકૃત અધિકારી જાહેર નોટીશ આપી લોકોને એવો હુકમ કરી શકશે કે કોઇપણ વ્યકિતના તાબા ન હોય એવુ કુતરૂ કોઇપણ મહોલ્લામાં કે સાવૅજનિક જગ્યામાં રખડતુ હોય ત્યારે તેનુ મો તે કુતરૂ હરકત વિના શ્ર્વાસોચ્છવાસ લઇ શકે કે પાણી પી શકે પણ કરડી શકે જ નહિ એ રીતે જાળીથી બાંધી રાખવુ અને આવી જાહેર નોટીશ અમલી હોય ત્યારે પોલીસને કે કોઇ કુતરૂ તેના માલિકને જગ્યાની બહાર કોઇ મહોલ્લામાં કે જગ્યામાં જાળી વગર રખડતુ દેખાય તો તેનો નાશ કરવાનો કે તેનો કબજામાંથી લઇને અટકાવી રાખવા માટે અધિકાર છે. પરંતુ જે કુતરાના ગળે કોઇ માનવીના ખરા દેખાતા નામ સરનામાવાળો પટો બાંધેલો હોય અને તે જો હડકવાના રોગનો શિકાર ન થયુ હોય તેનો નાશ કરવાના બદલે પોતાના કબજામાં લઇ તે બાબતની જાણ તેના માલિકને તરત ટપાલ કે બીજી રીતે મોકલવી જોઇશે

(૩) પેટા કલમ (૨) મુજબ જે કુતરાને ચોખ્ખા ત્રણ દિવસની મુદત સુધી અટકાયતમાં રાખેલ હોય અને તે સમયગાળામાં તેનો માહિક જાળી અંગે વ્યવસ્થા ન કરે તો આવી અટકાયત સબંધમાં થયેલા ખચૅ નહિ આપે તો યોગ્ય અધિકારીની મંજુરી મેળવી તેમના હુકમ મુજબ કુતરાનો નાશ કરી શકાશે કે તેને વેચી નાખવાનો રહેશે

(૪) પેટા કલમ -૩ મુજબ કોઇ કુતરાને વેચાણથી મળેલા નાણામાંથી તેની અટકાયત દરમ્યાન કરેલ ખચૅને વસુલ કરવામાં વાપરી લીધા બાદ જે રકમ બાકી રહે તેને રાજયના એકત્રિત ભંડોળનો ભાગ ગણવાનો છે.

(૫) આ કલમની રૂએ કોઇ કુતરાનો નાશ કરવામાં આવ્યો હોય અથવા કોઇ કુતરાને અટકાવી રાખ્યો હોય તેના સબંધમાં કરેલો કોલ ખચૅ પેટા કલમ (૪) ની જોગવાઇઓને અધીન રહીને યોગ્ય અધિકારીએ કાઢેલા વોરંટ ઉપરથી જાણે તે વોરંટ ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૮૯૮ની કલમ ૩૮૬ની રૂએ હોય તે પ્રમાણે તેના માલિક પાસેથી વસુલ કરવાનો અધિકાર છે