દદૅથી પીડાતા કે અશકત પશુનો નાશ કરવા અંગે
(૧) જો કોઇ પોલીસ અધિકારી કોઇ મહોલ્લા કે દેવસ્થાન સિવાયની અન્ય જાહેર સ્થળોએ ગોધા અથવા ગાય સિવાયના અન્ય કોઇ પશુ એવા કોઇ દદૅથી સપડાયેલુ હોય કે કોઇ સખત પ્રકારની ઇજાગ્રસ્ત હોય અને તેની શારીરિક સ્થિત જોતા લાગે કે તેમના અભિપ્રાય મુજબ નિદૅયતા વગર તેને લઇ જઇ શકાય તેમ નથી ત્યારે તેણે તેના માલિકની ગેરહાજરીમાં તેના નાશ અંગે સંમતિ ન આપે તો જે લતામાંથી આવુ પશુ મળ્યુ હોય તે લતાને પશુ રોગચિકિત્સકને તરત બોલાવી લેવો અને જો તે અવુ પ્રમાણપત્ર આપે કે પશુ મરણતોલ ઇજા પામેલુ છે અથવા એવી રીતે દદૅથી સપડાયેલુ છે કે તેની શારીરિક સ્થિતિ એવી છે કે તેને જીવંત રાખવુ તે નિદૅયતા છે તો આ પોલીસ અધિકારી તે પશુના માલિકની સંમતિ વગર આ પશુને નાશ કરી કે કરાવી શકશે
પરંતુ જો પશુ રોગ ચિકિત્સકના અભિપ્રાય મુજબ આ પશુ જે સ્થળે પડેલુ હોય તે સ્થળેથી તેને ઘણુ દુઃખ પહોચાડયા સિવાય લઇ જઇ શકાય તેવી સ્થિતિમાં નથી અને તેનો માલિક કે કબજેદાર વ્યકિત કે તેઓ ગેરહાજર હોય તો તેટલા સમયમાં પશુ ઇસ્પિતાલમાં પાંજરાપોળમાં લઇ જવાને ખુશ હોય અને લઇ જવા અંગે દરખાસ્ત કરે તો એવા પશુ માલિક પશુની કબજેદાર વ્યકિત કે બીજી વ્યકિતને પશુ રોગ ચિકિત્સકે આ પશુ લઇ જવા દેવુ જોઇએ અને જો આ પશુનો માલિક કે કબજેદાર વ્યકિત કે બીજી વ્યકિત એ રીતે આ પશુને લઇ જવાને ખુશ ન હોય લઇ ન જાય તો પશુ રોગ ચિકિત્સક જે સ્થળે આ પશુ પડેલુ હોય તે સ્થળે પોતાને વ્યાજબી લાગે તેવી અન્ય જગ્યાએ તેનો નાશ કષૅ પહેલા તે પશુને લઇ જવા પોલીસ અધિકારીને સુચન કરી શકશે
વધુમાં કોઇ પશુનો કોઇ મહોલ્લા કે જાહેર સ્થળે નાશ કરવામાં આવે ત્યાર બને ત્યાં સુધી તેના નાશ અંગેની કાયૅવાહી લોકો જોઇ ન શકે તે રીતે કરવી જોઇએ
(૨) રાજય સરકાર પોતાને યોગ્ય લાગે તેવી વ્યકિતને પશુ રોગ ચિકિત્સકો તરીકે નિમણુક કરી શકશે તથા આ કાયદાના હેતુઓ માટે કયા લતાઓ તેઓની હદમાં રહેશે તેની જાહેરાત કરી શકશે
Copyright©2023 - HelpLaw